Press "Enter" to skip to content

દિલની જબાનમાં

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં.

એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા !
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં.

કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં.

એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં.

એનો હિસાબ થાશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં.

– મરીઝ

2 Comments

  1. Pragnaju
    Pragnaju August 21, 2008

    ખૂબ જાણીતી અને સૌની માનિતી આ ગઝલ-

    હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
    ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં.
    વાહ્ આ પંક્તીઓ તો ગઝલની વાત નીકળે અને વાતવાતમાં બોલાય ! તેને તરન્નુમમાં મૂકવા વિનંતી.

  2. Ashwin-Sonal
    Ashwin-Sonal September 3, 2008

    એનો હિસાબ થાશે કયામતના દિવસે,
    ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં

    સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
    આવી જજો ન આપ ફરી દરમિયાનમાં.

    વાહ ભાઇ વાહ બહુ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.