Press "Enter" to skip to content

સાચવીને રાખજો


પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના પહોંચાડે. એવા જ ભાવથી ભરેલ અદી મિરઝાની એક સુંદર ગઝલ, જેને મનહર ઉધાસનો મખમલી કંઠ મળ્યો છે તે રજૂ કરું છું.
*
સ્વરઃ મનહર ઉધાસ

*
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિરઝા

3 Comments

  1. Kanchankumari parmar
    Kanchankumari parmar September 15, 2009

    દીધા સરોવર અમે તો અશ્રુના ભરીને; જો જો શુકાય ના, સાચવીને રાખજો………

  2. Ashwin-Sonal
    Ashwin-Sonal July 28, 2008

    દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
    એક ગઝલ મારી લખીને રાખજો.
    તમારી મહેનત રંગ લાવી છે. વાહ ભાઈ વાહ, મને તો પહેલેથી આ બધું ગમે છે. જાણે મારા વિચારોને વાચા મળી.

  3. Kakasab
    Kakasab July 28, 2008

    પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
    દિલ દીધું છે, સાચવીને રાખજો.

    દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
    એક ગઝલ મારી લખીને રાખજો.

    અદી મિર્ઝાની આ સુંદર રચનાને ઘણાં સમયથી સાંભળવાની ઈચ્છા હતી,આજે અચાનક જ ખાંખાખોળા કરતા આ રચના મળી આવી.

    આટલો સુંદર બ્લોગ બનાવ્યો અને આપે કોઈને જાણ પણ ન કરી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.