Press "Enter" to skip to content

પ્રતિક્ષાનો માણસ


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ.

મઝધારમાં છે, કિનારાનો માણસ
પરેશાન રણમાં, બગીચાનો માણસ.

સમય સાથ આપે નહીં, તો કરે શું ?
ધરા પર સૂતો છે, મિનારાનો માણસ.

જરા દુઃખ જોઈને રોઈ પડે એ,
ટપકતો કલમથી, કવિતાનો માણસ.

સફર છે સનાતન ને અંજામ એક જ
એ મળવાનો માટીમાં, માટીનો માણસ.

વિધાનો વિધિના બદલવાને કાજે
પુરુષાર્થરત છે, વિધાતાનો માણસ.

અકસ્માત રાખ્યું નથી નામ ‘ચાતક’
જનમજાત એ છે, પ્રતિક્ષાનો માણસ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

  1. Hitesh Rathod
    Hitesh Rathod April 24, 2024

    “સફર છે સનાતન ને અંજામ એક જ
    એ મળવાનો માટીમાં, માટીનો માણસ.”

    જીવનના કેટલાક અફર સત્યોની અભિવ્યક્તિ કેટલા હળવા શબ્દોમાં!

    આપની રચનાઓ અજ્ઞાનતાના કમાડ ઉઘાડી આપે છે.

    • admin
      admin April 26, 2024

      ખુબ ખુબ આભાર

  2. Yug Shah
    Yug Shah June 6, 2011

    “પ્રતિક્ષાનો માણસ”
    એકે એક શેર અદભુત છે.
    અભિનંદન

  3. Ashwin
    Ashwin March 5, 2009

    સફર છે સનાતન ને અંજામ એક જ
    એ મળવાનો માટીમાં, માટીનો માણસ

    જરા દુઃખ જોઈને રોઈ પડે છે,
    એ ટપકતો કલમથી, કવિતાનો માણસ

    વાહ ભૈ મજા આવી ગઈ………….ચાતકની પ્રતીક્ષા તો અનન્ય છે તમો એ તમારુ નામ પણ સાર્થક કર્યુ છે.

  4. Neela
    Neela March 4, 2009

    ખૂબ સરસ રચના છે.

  5. Raju
    Raju March 2, 2009

    ચાતકની કલમમાં ખીલેલી વસંતને માણવાની મઝા કંઈક ઓર જ છે! ગુજરાતી સાહિત્યને આપની કલમથી કંડારવાની આ કલા વરસોના વરસો આવી જ અકબંધ રહે એવી પ્રભુને પ્રાર્થના. અને…….. ચાતક – “ચાતક” જ બની રહે….જેથી અમે આવી સુંદર રચનાઓના વરસાદમાં ભીંજાતા રહીએ!!!!

  6. Dilip
    Dilip March 1, 2009

    અકસ્માત રાખ્યું નથી નામ ‘ચાતક’
    જનમજાત એ છે, પ્રતિક્ષાનો માણસ. વાહ..વાહ…દક્ષેશ..ખુબ માણી

    વિધાનો વિધિના બદલવાને કાજે
    પુરુષાર્થરત છે, વિધાતાનો માણસ ….સંદેશો મળે છે આપની ગઝલમાં

  7. Dr. Chandravadan Mistry
    Dr. Chandravadan Mistry March 1, 2009

    સરસ રચના,…..ગમી !
    હવે, તમે “ચંદ્રપૂકાર ” પર જરૂર પધારશો ને ? ૩ વિડીયો પોસ્ટો અને છેલ્લી “સાપ અને લીસોટા” ની ટુંકી વાર્તા “હોમ” પર છે.
    http://www.chandrapukar.wordpress.com

  8. Rajiv
    Rajiv March 1, 2009

    ખુબ જ સુંદર રચના થઈ છે દક્ષેશ… અભિનંદન

  9. સુરેશ જાની
    સુરેશ જાની March 1, 2009

    એકે એક શેર અદભુત છે.
    જીવનની સફરની એક રમત સાથે તુલના કરતું મારું ગદ્યકાવ્ય જરુર ગમશે.
    http://gadyasoor.wordpress.com/2008/03/09/sudoku/

  10. Dr.Hitesh Chauhan
    Dr.Hitesh Chauhan February 28, 2009

    જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,
    આપે તો આ રચનામાં માનવીની સંવેદનાઓ સાથે સાથે આપના ઉપનામનો પણ પરિચય આપી દીધો.

    અકસ્માત રાખ્યું નથી નામ ‘ચાતક’
    જનમજાત એ છે, પ્રતિક્ષાનો માણસ.

  11. neetakotecha
    neetakotecha February 28, 2009

    જરા દુઃખ જોઈને રોઈ પડે છે,
    એ ટપકતો કલમથી, કવિતાનો માણસ

    ખુબબબબબ જ સરસ..

  12. pragnaju
    pragnaju February 28, 2009

    મઝધારમાં છે, કિનારાનો માણસ
    ધરા પર સૂતો છે, મિનારાનો માણસ
    સુંદર
    મારી દિકરીની પંક્તી યાદ આવી
    નાવ જાણે કે મળવા અધીરી થઈ,
    દૂર મઝધારમાં કોણ ઊભું હશે !
    કદાચ તેને મળવા નાવ જ આવશે!
    કારણ
    વિધાનો વિધિના બદલવાને કાજે
    પુરુષાર્થરત છે, વિધાતાનો માણસ
    અદભુત.

  13. Pinki
    Pinki February 28, 2009

    વાહ્….. દક્ષેશભાઈ,
    સરસ રચના !!

    રદ્દીફ, કાફિયા પણ નિરાળા

  14. દિનકર ભટ્ટ
    દિનકર ભટ્ટ February 28, 2009

    સફર છે સનાતન ને અંજામ એક જ
    એ મળવાનો માટીમાં, માટીનો માણસ

    અદભુત, અદભુત. ખરેખર સુંદર.

  15. Jignesh A
    Jignesh A February 28, 2009

    ખૂબ સરસ કૃતિ, આપની સ્વરચિત છે એ જાણી વિશેષ આનંદ થયો.

    ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.