Press "Enter" to skip to content

આ મનપાંચમના મેળામાં


છ અક્ષરનું નામ, રમેશ પારેખ ગુજરાતી સાહિત્યને મહેકાવી, છલકાવીને ચાલ્યુ ગયું. આજે એમની એક અર્થસભર સુંદર રચના માણીએ. જગત શું છે, વિવિધ માનવોનો મેળો. એવો મેળો જેમાં આપણે બધા જુદી જુદી વસ્તુઓ લઈ આવ્યા છે. કોઈની પાસે સપનાંઓ ભરી આંખો છે તો કોઈ એકલતાથી પીડાય રહ્યું છે, કોઈક લાગણીથી ભર્યુ ભર્યુ છે તો કોઈ નિરાંતનો દમ ભરી રહ્યું છે. મેળાના રૂપકોને માનવજીવનની સંવેદનાઓ સાથે અદભૂત રીતે સાંકળી શબ્દો અને ભાવોની કમાલ કરી છે. વારંવાર સાંભળવાનું મન થાય એવી આ રચના રેખા ત્રિવેદી અને ઉદય મજમૂદારના સ્વરમાં.
*
[આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ; સ્વર-રેખા ત્રિવેદી અને ઉદય મજમૂદાર]

*
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે;
કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા;
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ;
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યાં છે.

કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં;
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યાં છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા;
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા;
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યાં છે.

આ પત્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય ‘રમેશ’;
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યાં છે.

– રમેશ પારેખ

6 Comments

  1. રાજેશ
    રાજેશ April 2, 2024

    આ અમરેલીના કવિને ગઢડા રવામીના મુશાયરામાં મેં ગવડાવ્યું હતું. મારા હાથે મેં સાંજે ભાખરી દુધ ખીચડી ખવડાવી હતી. આ સાંભળીને તેમની યાદ આવી. એમણે તેમના વતન અમરેલી વિશે લખેલું લીલીછમ વેલી એટલે અમરેલી.

  2. Parul
    Parul February 19, 2010

    The same ghazal was recorded only unday mazumdar’s voice. i use to access it from rediff. anybody has access to that audio? and there is another one – ….fhagan ni kal-jhal vehali sawarma ,taru pehla varsad samu avavu….? i am looking for these two for ages…please let me now if you have access to these audios. many thanks.

  3. Pulkit
    Pulkit February 16, 2009

    Nice rhythm of song ,with a fantastic music.I like it!!!!!!!!!!!!!!!!

  4. Shriya
    Shriya January 20, 2009

    આ મારી મનગમતી ગઝલોમાં ની એક એક ગઝલ છે! ઘણા વખતથી ઓડિયો પોસ્ટ શોધતી હતી.. આજે આ લિન્ક અને વેબસાઈટ મળી! 🙂

    આપનો ખુબ ખુબ આભાર!

  5. Kaushal
    Kaushal December 4, 2008

    ગ્રેટ મઝા આવી ગઈ

    • Devesh Dave
      Devesh Dave May 13, 2020

      Wah Aa Manpancham na
      Beautiful creation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.