Press "Enter" to skip to content

ભૂલી ગયા મને


પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની સુંદર રચના.
*
સ્વર – મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલ, આલ્બમ: આભૂષણ

*
ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

– કૈલાશ પંડીત

5 Comments

  1. Jitendra Shah
    Jitendra Shah July 1, 2014

    થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
    સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

  2. Sneha
    Sneha February 27, 2010

    ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
    એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

    “ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
    મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને. “………

    સમય કયારે શુ કહેશે, બતાવશે એ તો સમય જ જાણે પણ એટલુ જ કહીશ દિલ થી પ્રેમ કરેલ ને કયારેય નથી ભુલાતા અને એની જગ્યા કોઇ લઇ શકતુ નથી….. કારણ એની જગ્યા તો કંઇક ખાસ જ હોય છે એ બધા ના જાણે પણ એ જાણે તો કઇ અલગ જ વાત હોત ……….

  3. Usha
    Usha January 12, 2009

    Manhar Udhas and Anuradha Paudwal make a nice pair for such type of songs. Request you to put more of Manhar’s gazals. Please try to put Amrut Ghayal’s gazals. They are so meaningful and piercing!!!!
    Thanks for such a beautiful site, that gives us so much pleasure!!!

  4. pragnaju
    pragnaju December 3, 2008

    ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
    તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

    થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
    સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને
    સુંદર.
    મધુર ગાયકી.

  5. Mansi Shah
    Mansi Shah December 2, 2008

    Thanks for visiting our blog. Keep visiting & inspiring us.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.