Press "Enter" to skip to content

મૂંઝારો થાય છે !


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ.

ક્યાંક તડકો, ક્યાંક છાંયો થાય છે,
આભને કેવો મૂંઝારો થાય છે !

શોધવા કોને ધરા પર, આભથી
આમ વીજળીનો ઝગારો થાય છે ?

શું નદીઓ આટલું રોતી હશે !
આ સમંદર કેમ ખારો થાય છે ?

વાસ્તવિકતાની તૂટેલી ઈંટથી
એક સપનાંનો મિનારો થાય છે.

જ્યાં જઈ સપનાં તમે વેચી શકો
દોસ્ત, એવા ક્યાં બજારો થાય છે ?

શ્વાસની મંથર ગતિ રોકી શકો
તો જ કાયમનો ઉતારો થાય છે !

ચાલ જઈએ શોધવા ‘ચાતક’ જરી
આશ પર અહીં ક્યાં ગુજારો થાય છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

  1. Sapana
    Sapana September 29, 2011

    દ્ક્ષેશભાઈ મહેફિલ લૂટી લીધી …પહેલાં થયું નદીવાળો શેર ટાંકુ પછી થ્યું સપનાં વાળો.પછી થયું વીજળી વાળૉ ..ચાલો આખી ગઝલ જ ટાંકુ છું..સાચું કહું તો આટલી સરસ અને સરળ ગઝલ ઘણાં સમયે વાંચી..આભાર
    સપના

  2. Alpeshkumar vankar
    Alpeshkumar vankar April 5, 2016

    ” છે ઘણા એવા કે જેવો યુગને પલટાવી ગયા
    છે ઘણા એવા કે જેવો યુગને પલટાવી ગયા પણ
    બહુ ઓછા છે જેવો પ્રેમમાં ફાવી ગયા .”

    – સૈફ’ પાલનપુરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.