શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. જ્યારે પોતાનું પ્રિય પાત્ર પાસે ન હોય ત્યારે વિરહ સાલે છે, હૃદય એક અકથ્ય વેદનાનો અનુભવ કરે, એ સ્વાભાવિક છે. રાસ રમવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સ્થૂળ ગેરહાજરીમાં રાધા એકલતાનો અનુભવ કરે છે અને કૃષ્ણને પોતાની સાથે રાસ રમવા બોલાવે છે. વડોદરાના ગરબાની શાન સમાન, વિરહમાં બાંવરી બનેલી રાધાના અંતરના ભાવો પ્રકટ કરતું આ ખૂબ જ લોકપ્રિય પદ માણો અત્યંત લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતના કંઠે.
*
*
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે
તારા વિના શ્યામ …
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
Fantastic song. Love it. Really i love Baroda.
ખુબ સરસ ગરબો. સાંભળવાની મજા આવી. હવે નવરાત્રિ નજીક છે એથી ગરબા ખુબ ગમશે.
– અજય, નેહા અને મિહિર
This ras garba track touches our soul whenever one listens…superb!
It’s relay a fantastic heart touching Bhakti Geet , Many thanks to Mr. Atul Purohit. I wants to download this song , is it possible?
[sorry, no download requests. – admin]
Very nice bhajan.
very very thanku for this bhajan.
This raas will be remembered for long long time. Music and lyric are so….good that I feel like singing and dancing all the time. It touch to my heart. Heartly congratulations to Atulbhai Purohit and the artist (I do not know name) who created this raas. Wish to hear more creation like this.
હવે તો આ ગરબાથી જ આમંત્રણ અપાય અને પગ થનગની ઉઠે
All time great Ras/Garabo !!!! All barodian will love to hear it again and again. Thanks
અતુલ પુરોહીતના કંઠે ગવાયેલ આ ગરબો ખુબ સરસ છે. અને આ ગરબો નવરાત્રિમાં ના સંભળીએ તો એના વગર નવરાત્રી અધુરી કહેવાય.