Press "Enter" to skip to content

કંકુના સૂરજ આથમ્યા


આ ગીત મારું ‘all time favorite’ છે. એના વિશે કંઈ પણ કહેવું કે લખવું એ કવિ, કૃતિ અને કદરદાનની વચ્ચે આવવા જેવું છે. એને તો અશ્રુની વહેતી ધારે.. બસ માણવું જ રહ્યું. ભીતરના જે દર્દે આ કરુણ ગીતને જન્મ આપ્યો તેની પાર્શ્વભૂમિકા તથા કવિ રાવજી પટેલ વિશે વધુ જાણવા સ્વ. રાવજી પટેલ-શ્રદ્ધાંજલિ જોવાનું ભૂલતા નહીં.
*

*
સ્વર – ભૌમિક શાહ

*
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

23 Comments

  1. Neetin Vyas
    Neetin Vyas May 4, 2022

    શ્રી રઘુભાઈ,

    મીતિક્ષા.કોમ ની વેબસાઈટ ઉપર આપે કવિશ્રી રાવજી પટેલ નાં જીવન અને કવન ને સ્પર્શતો લેખ વાંચ્યો. કવિની વેદના ને આપે અક્ષરદેહ આપ્યો છે. એક સંવેદનાની અનુભૂતિ કરાવતા લખાણ માટે ખરા દિલ થી આભાર. રાવજી પટેલ એક મારા પ્રિય કવિ છે. આપના આ લેખ ને બીજી વેબસાઈટ પર અનુસંધાન માટે પ્રકાશિત કરવાની કૃપા કરી પરવાનગી આપશો.

    લેખ નીચે કર્તા તરીકે શ્રી રઘુભાઈ જોશી (ડાકોર, હાલ વિદ્યાનગર) લખેલું છે. એટલે અપને આ સંદેશ મોકલ્યો છે.

    કુશળ હશો,

    નીતિન વ્યાસ

  2. રણજીત કટારીયા
    રણજીત કટારીયા May 9, 2011

    રાવજીનું મૃત્યુનું ગીત સાંભળીને કે વાંચીને પથ્થર દિલ માણસના હ્રદયમાં પણ મૃત્યુની વેદના અને સંવેદના જન્મી ઊઠે તેમ છે. તમે આ ગીત શબ્દ અને અવાજ સાથે મારા સુધી પહોંચાડ્યું તે બદલ આભારી છું.

  3. Rajendrasinh Jadeja
    Rajendrasinh Jadeja September 25, 2009

    plz send me lyrics of the ras sung by Musa Paik
    ” Gokul ma ras rachave shyam gopio ne bhan bhulave”
    Kankaladi mari ne jagade Shyam gopiyo ne ras ramade “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.