અવિનાશભાઈની અમર કૃતિ. ગુજરાતી સંગીતની વાત થાય તો તેમાં અવિનાશભાઈનું નામ ટોચ પર આવે. અને એમાંય અવિનાશભાઈના સૌથી સુંદર ગીતોની યાદી બનાવીએ તો બેશક આ ગીત ટોપ ટેનમાં આવે. અત્યંત હૃદયસ્પર્શી ભાવો અને એને એટલી જ કમનીયતાથી દિગ્ગજ ગુજરાતી ગાયક રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈએ કંઠ આપ્યો છે. સાથે સાથે આશા ભોંસલેના સ્વરમાં પણ વારંવાર સાંભળતા ન ધરાવાય એવું આ ગીત મા જગદંબાના પવિત્ર પર્વદિવસોમાં આજે સાંભળીએ.
નોંધ – ગીતના શબ્દો બંને સ્વરમાં થોડા અલગ છે.
સ્વર – રાસબિહારી દેસાઈ
*
સ્વર – આશા ભોંસલે
*
*
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ
માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો … માડી તારું કંકુ
માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ
– અવિનાશ વ્યાસ
ઘણાના સ્વરમા આ અવિનાશની અમર રચના માણી. રાસબિહારી દેસાઈના મધુર સ્વરમાં પણ માણી. પણ આજે આ ઓડીઓ રેકોર્ડીંગ ખૂબ સરસ લાગ્યું. ધન્યવાદ.
ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓમાંનું વારંવાર સાંભળતાં ન ધરાવાય એવું અવિનાશ વ્યાસનું રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના કંઠે ગવાયેલું આ અમર ગીત આ વેબ સાઇટ પર મા જગદંબાનાં વિવિધ સ્વરુપોને દૃ્ષ્ટિ સમક્ષ જોતાં જોતાં અમેરિકામાં બેઠાં બેઠાં ખાસ કરીને નવરાત્રિમાં માણવાની ખૂબ ખૂબ મજા આવી. ધન્યવાદ! ધન્યવાદ! ધન્યવાદ!
-ડૉ.બિપિનચંદ્ર કોન્ટ્રાકટર
Vibhaben and Rasbhai has never left our heart and mind though they are back home.
Avinashbhai and vibhaben Rasbhai always stay alive with our daily prayer to mother and specially during Navaratri time.
You are doing great work.
Just keep your eyes shut and listen to the words and try to visualise , I am sure you will have Maa in front of you!!! Excellent. keep it up.
સરસ ગરબા પ્રસ્તુત કરવા બદલ ખુબ-ખુબ આભાર.
Excellent site. Pl. keep up hard work. Can I request Gujarati songs in future ?
Arvinda.(London)
[ you are most welcome. Pl. use our પ્રતિભાવો અને ફરમાઈશ page – admin ]
Thank you for your hard work to find this unforgetable Gujarati Songs, Bhajans, Garbas with the Lyrics which we can enjoy any where in the world.
રોમેરોમમાં મા શક્તિના દર્શન કરાવતી આ અદભુત કૃતિનો આસ્વાદ લેતાં જ રહીએ એવું હંમેશા લાગ્યા કરે છે. શબ્દોને દેહ આપનાર અને મધુર સ્વરે ગાનારને કોટિ કોટિ વંદન.
Its one of the best songs of gujarati… we are punjus but very close to gujarati songs and love it like anything…. i was in search of this song…thanks mitixa.com
I just love this BHAJAN and ASHA’s singing!
Divyta & Madhurta!!!!!
Though I knew this song since a long time, I was happy to listen to it on your website only recently. This along with other songs of Shri.Avinashbhai sung by various singers are a treat in themselves. One never tires of listening to them.
Many thanks for this opportunity.
બહુ જ સરસ.
બહુ જ સરસ ભજન છે. મને ખુબ ગમ્યું.
Very well sung (Gujarati)by Ashaji, and other singers, fully classical.
My favorite …!!