ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો.
*
સ્વર: અચલ મહેતા
*
વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો … વેણુ વગાડતો
માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટની કેડીએ મારગડો રોકતો … વેણુ વગાડતો
સહિયર સૌ કાનને હેતે રમાડ્યા
મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા
મહીડા ચુરાવીને દીલડા ચુરાવતો … વેણુ વગાડતો
કૃષ્ણભકિત હૈયાની હેલી છે. ખૂબ સુંદર ગીત છે.
ખૂબ સરસ
Can u please put more garba songs on this site…esspecially those sung by achal mehta and also atul purohit…
[ you can also hear them on Channel M – admin ]
Excellent song. Wonderfully performed.
ક્યાં છે છુપાયો મારા નંદજીનો લાલ કરવી છે આજ મારે મનડાની વાત
ગોતી ગોતી થાકી આંખડી થૈ લાલ … ક્યાં છે છુપાયો મારા નંદજીનો લાલ ….
કાના માટે મન હંમેશા તલસતું જ રહે છે.
There is no response from your side for my earlier mail.
જયશ્રીબેન, તમારી ફરમાઈશ સાંભળો… નંદલાલાને માતા યશોદાજી સાંભરે – admin]
અચલ મહેતાનો અજાણ્યો પણ ઘેરા ગંભીર સ્વરમા સુંદર રજુઆત્