સ્વ. મૂકેશને કંઠે ગવાયેલ કેટલાક યાદગાર ગીતોમાંનું આ ગીત સાચે જ અર્થસભર છે. માનવ જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. એને ખબર નથી હોતી કે એની મંઝિલ શું છે, એણે આ જન્મ પામીને શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે. મારા ઘરમાં જ મુજને ક્યાં જવું એ ખબર નથી … મુંઝવણને સુંદર વાચા આપે છે. વળી જેણે બનાવ્યો એને બનાવ્યા કરું છું …પણ કેટલું ચોટદાર છે.
*
સ્વર – મુકેશ
*
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું … ચાલ્યા જ કરું છું
સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું … ચાલ્યા જ કરું છું
હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું
નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું
(આ ગીતની ફરમાઈશ કરનાર મિત્ર – નવનીત પરમાર)
life is but a dream between birth and death.
આપની સાઈટ જોતા ખુબ ખુશી થઈ. હંસાબેન દવેએ ગાયેલ ભજન ‘સત્સન્ગનો રસ ચાખ પ્રાણી તું’… ભજન નાનો હતો ત્યારે આકાશવાણી પર સાંભળ્યુ હતુ તે આપો તો આપનો ઘણો આભાર.
સ્વ. મૂકેશનુ યાદગાર ગીત માણ્યુ
મારા પપ્પા(નવનીતભાઈ) એ મને આ વેબસાઈટ બતાવી. મને ખુબ પસંદ પડી.
મારી પસંદનુ એક ગીત આપશો તો મને ખુબ આનંદ થશે.
“તારી આંખનો અફીણી, તારા બોલનો બંઘાણી”
સ્વ. મુકેશજીએ ગાયેલું આ ગાયન સંભળાવવા વિનંતિ.
સ્વ. મૂકેશનું યાદગાર ગીત માણ્યુ
આ. મીતિક્ષાબેન,
મારી પસંદ નું ગીત આપ્યું, આપનો ખુબ ખુબ આભાર. બીજું એક ગીત છે,
ફિલ્મઃ ખેમરો લોડણ, ગાયકઃ મુકેશ
“આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા,
મને મોતના વાગે ભણકારા…..આવો રે…..આવો રે”
આ ગીત ગાયક શ્રી મુકેશચંદ્ર માથુરના કંઠે ગવાએલું છેલ્લું ગુજરાતી ફિલ્મી ગીત છે.
આ ગીત આપ વેબસાઈટ પર મુકશો , તો આપનો ખુબ ખુબ આભાર. નવનીત પરમાર.
શોધ્યા જ કરુ છું બસ ભટ્ક્યા જ કરું છું,
તમારી આશ લઈ ને ચાલ્યા જ કરું છું
સરસ. ખુબ જ સુન્દર શબ્દો અને સ્વર. ધન્યવાદ.