Press "Enter" to skip to content

દાદા હો દીકરી


પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન પરણાવતા. ગીતમાં એવું ભલે વાગડ પ્રદેશ માટે કહેવાયું હશે પણ આ સમસ્યા સર્વવ્યાપક છે. શું આટલી પ્રગતિ અને કન્યા કેળવણી પછી આપણે આપણા ઘરમાં આવતી કોડભરી કન્યાને પુત્રીવત્ ગણી કેમ અપનાવી નહીં શકતા હોઈએ ? ..
*

*
દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. સૈયર તે હમથી, દાદા…

દિ’એ દળાવે મને, રાતડીએ કંતાવે રે સૈ,
પાછલડી રાત્યુંએ પાણીડાં મોકલે રે…સૈયર તે હમથી, દાદા…

ઓશીકે ઈંઢોણી, મારા પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓસરીએ મારું બેડલું રે..સૈયર તે હમથી, દાદા…

પિયુ પરદેશ મારો એકલડી અટૂલી રે સૈ
વાટલડી જોતી ને આંસુ પાડતી રે …સૈયર તે હમથી, દાદા…

ઊડતા પંખીડાં મારો, સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….સૈયર તે હમથી, દાદા…
(હમ-સમ- સૌગંદ)

10 Comments

  1. Vijay Bhakta
    Vijay Bhakta March 25, 2011

    દાદા અને દીકરીનું ગીત સુંદર લાગે ..

  2. Priti Mehta
    Priti Mehta October 3, 2010

    very heart touching loke geet. cannot express the feelings of dard and dukh.

  3. ભગવતી
    ભગવતી August 7, 2010

    આજે પણ આ સ્થિતિ અમુક સમાજમાં છે. ઇંઢોણી ને સિંચણયા ને બદલે મહેણા ને અપપ્રચાર આજે પણ છે. આ લોકગીત સમાજનું પ્રતિબિંબ છે.

  4. Hasmukh B. Gadhiya
    Hasmukh B. Gadhiya May 10, 2010

    ખુબ સરસ લોકગીત છે.

  5. preetam lakhlani
    preetam lakhlani April 30, 2010

    Very nice………..

  6. Kirti
    Kirti April 27, 2010

    there was one more line which is missing here, where the dada is sending a reply and a request to dikri to wait and do not do anything unthinkable because he will send someone soon to get her…..i have a difficulty writing i gujarati….here how it goes….

    કુવે ના પડશો દીકરી અફીણીયા નવ ખાશો રે સૈ,
    અજવાળી આઠમના આણા આવશે રે લોલ…

  7. અભિષેક
    અભિષેક April 26, 2010

    સરસ લોકગીત છે. જો કે આ ગીત સાંભળતાંની સાથે બીજા લોકગીત પણ યાદ જરૂર આવે.

  8. Pragnaju
    Pragnaju April 25, 2010

    મધુરી ગાયકી
    પિયુ પરદેશ મારો એકલડી અટૂલી રે સૈ
    વાટલડી જોતી ને આંસુ પાડતી રે
    કેવી કરુણતા!
    ત્યારે આ દ્રશ્ય કેવું મઝાનું
    નાજુકડી નાર ને નાકમાં મોતી,
    પિયુ પરદેશ ને વાટડી જોતી;
    ઉડાડતી કાગ ને ગણતી દા’ડા,
    એ એંધાણીએ નાગરવાડા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.