સ્વર- દિલીપ ધોળકિયા
*
સ્વર- સોલી કાપડિયા
*
સ્વર- ભૌમિક શાહ
*
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
હે આજ પીવું દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો … તારી આંખનો
આંખોની પડખે પરબડી, આંખો પુછે પી આવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો … તારી આંખનો
ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો … તારી આંખનો
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ણ કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો … તારી આંખનો
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો … તારી આંખનો
ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો .. તારી આંખનો
– વેણીભાઈ પુરોહિત
[ ફરમાઈશ કરનાર મિત્રો – સંધ્યા, કિરણ પરમાર]
સુપર્બ ગીત હમેંશા સાંભળવું ગમે એવું..
મને ખુબ જ ગમતું અને મારા હસબન્ડનો પ્રેમ જેનો આધાર છે એવું આ ગીત ખુબ જ આનંદિત કરી ગયું.
આ વેબસાઈટ જેવું મનોરંજન કશે ના મળ્યું .. આનંદ થઈ ગયો.
This is too good web site i like
Both the singer sang fantastic. No comparision
it’s my favorite song, and really i appreciate.
Hi, How are you guys? I m from London. First of all, i want to thank you for this website b’coz i regularly use this site for news, i mean Gujarati news.
This site has allow people like us to enjoy gujarati, thanks mitixa
I would like to add few details regarding this song in which the listeners might be interested.
Actually, this song was written for the film ‘Deevadandi’ – an Ajit Merchant production,directed by Balwant Bhatt released in 1950. It wasn’t sure that this song would be picturised on hero or villain, so Venibhai penned it in such a way that it could do for either of the situation.The first two lines ‘tari aankhno afini,tara bolno bandhani’ were in the form of a dialogue which was written by ‘Befaam’.The song was written by Venibhai within an hour.
The opening piece of drum was inspired from the film ‘Rock round the clock’ but was played in the form of the words of Kathak.The song was recorded with only 2 mikes-one with Dilipbhai and the other with the orchestra.
Unfortunately the prints of this film were destroyed in a fire in the ‘Famous Cine Lab’.
U can easily find the songs ‘mera juta hai japani'(Shri420), ‘Mera naam hai chameli'(Raja aur runk) inspired by ‘tari aankhno afini’.
(Based on my interview with Shri Ajit Merchant-Ph. no. (022) 2445 1170 )
[Birenbhai, thanks a lot for sharing these valuable information. Very interesting. – admin]
I came to know about this just yesterday. Congrats.
Here I would like to correct a factual error.Pl take it in right spirit.
This evergreen song is not sung by Mukesh as mentioned here but it is sung by Dilip Dholakia who resides in Ahmedabad now a days. It was composed by Ajit Merchant who is in Mumbai now.
If possible, pl mention the name of composer as their contribution to popularize a song is great.
Keep up the good work.
[Thanks for bringing it to our notice. song credits are corrected. – admin]
પ્રેમીજનો પ્રેમ કરતા કરતા કેટલા પ્રેમમય બની જાય છે એ તો પ્રેમ કરે તે જ જાણે! બધાના નસીબમાં એ નથી તે સારું છે નહી તો આ વેબસાઇટમાં જગ્યા ઓછી પડત ! અને બીજા કોઇ પણ માટે પીયુ સામે જોવાની પણ મનાઇ !
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો … તારી આંખનો
બહુ સરસ
બેન,
બહુ મોટી ભૂલ થાય છે. મુકેશની લિઁક ક્લીક કરતા રીમીક્સ વાગે છે. ઓરીજીનલ મુકેશના અવાજમા આ ગીત મારી પાસે છે. તમને જોઇએ તો મને ઇ-મેલ કરો. [પ્રીતેશભાઈ, આપ અવશ્ય અમને મોકલી શકો .. admin at mitixa dot com પર. તો આ ગીત ત્રણ જુદા જુદા સ્વરોમાં ગૂંજતું થઈ જશે. ]
સદાબહાર – ગીત અને સ્વર બન્ને……
બન્નેના સ્વરમાં ખૂબ સુંદર
વેણીભાઈનું અમર ગીત
Thanks Mitixa,
For the song by Venibhai purohit and sung by Mukeshji and Soli Kapadia. But only first two lines. It will be well appreciated by all the listners to listen if the full version is made available.
I appreciate your efforts.