Press "Enter" to skip to content

પ્રેમળ જ્યોતિ તારો દાખવી


નરસિંહરાવ દિવેટીયાનું અમર સર્જન એટલે આ પ્રાર્થના. ગુજરાતની લગભગ બધી જ સ્કુલમાં આ પ્રાર્થના ક્યારે ને ક્યારે ગવાઈ હશે અને હજુ પણ ઘણી સ્કુલોમાં ગવાતી હશે. પ્રાર્થનાના શબ્દો અને ભાવ હૃદયંગમ છે. માણો આ મધુરી પ્રાર્થના એટલા જ મધુરા સ્વરમાં.
*
[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર]

*
પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ! આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વે વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ

રજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ

– નરસિંહરાવ દિવેટિયા

7 Comments

  1. Priti
    Priti August 30, 2008

    આ ખૂબ સરસ પ્રાર્થના છે. આ પ્રાર્થના શાળામાં ગવાતી હતી. આ સાંભળી મને શાળાના દિવસો યાદ આવી જાય છે. મને આ ખૂબ ગમે છે.

  2. Uday Shah
    Uday Shah September 10, 2008

    i am very happy today seeing this site and particularly seeing this poem, which we learnt in school and were singing as a prayer.

    thanks.

  3. Ashish Joshi
    Ashish Joshi December 3, 2008

    Can I download any song, prathna ..from this site?
    If no, can anybody atleast send me this file? I would be really grateful to you. I am very much happy to get all these bhajans. I am passionate about singing and as being a Gujarati, I am really spiritual and culturistic person. I love to listen and sing garbas, prathnas, bhajans.
    I am looking for an opportunity to sing in USA also. I am pursuing my Master in Software Engineering at San Jose, California, USA..!
    Thanks in advance.
    Jay Shri Krishna…!
    Ashish Joshi
    [songs presented on this site is for listening online only. If you like, please buy original cessatte or CD and help artists and our language to flourish. – admin]

    • Rajendra Shah
      Rajendra Shah July 18, 2019

      Dear Ashish
      It is great plesure to note your interest. Prarthan pothi is available in u tube you can down load or you can listen all the prayer. There are many. For downloading you might be knowing batter then us. Kundanika kapadi wrote one book on Prarthana in Gujarati collection of world prayer and her own prayer. Do not forget Narsinh Mehata na Prabhatiya.
      Jai Shree Krishna
      Rajendra Sha

  4. Chintan Palan
    Chintan Palan October 15, 2009

    આ પ્રાર્થના ખુબ જ ગહન અર્થ ધરાવે છે. ખુબ જ પ્રિય પ્રાર્થના છે, જેમાં પણ પાંચમો અંતરો મારો પ્રિય છે.

  5. Rekha Sindhal
    Rekha Sindhal July 9, 2011

    આટલી સુંદર પ્રાર્થના સહજ સુલભ કરવા બદલ ખુબ આભાર! હમણાં ટહુકો સાઈટ અપડેઈટ થતી હોવાથી ખૂલી નહી અને આ પ્રાર્થના શોધતાં અહીંથી મળી તેની ખુશી માટેનો આભાર !

  6. Rasik
    Rasik June 23, 2012

    અહિં અપાતા ભજનો જો સરળતાથી ડાઉનલોડ કરી શકાય તો સોનામાં સુગન્ધ ભળે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.