Archive for June, 2009

આપનું મુખ જોઈ

Saturday, June 27th, 2009

આજે આદિલ મન્સૂરીની એક સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં. [Audio clip: view full post to listen] દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો. * આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર [...]

મીઠી માથે ભાત

Wednesday, June 24th, 2009

મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા પટેલ દંપતીની વાત. એમને એક સુંદર પુત્રી – નામે મીઠી. રોજ બપોરે ભોજન માટે આવતા પિતાને કોઈ કારણોસર આવવામાં મોડું થયું તો પોતાની માતાની રજા લઈ એમને ખેતરે ભાત આપવા માટે નાનકડી મીઠી નીકળે છે. ખેતરે જતાં વચ્ચે સીમમાં શિયાળ, વાઘ [...]

પગ મને ધોવા દ્યો

Sunday, June 21st, 2009

રામાયણમાં આવતો કેવટનો પ્રસંગ ખુબ જાણીતો છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા સાથે જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે માર્ગમાં ગંગા પાર કરવા માટે કેવટની નાવમાં બેસે છે. જેના ચરણના રજના સ્પર્શથી પથ્થરની શીલા અહલ્યા બની તેનાં ચરણો પોતાની નાવમાં પડે અને રખેને નાવ પણ નારી બની જાય તો આજીવિકાનું સાધન ચાલ્યું જાય એવી ચતુર [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 7

Thursday, June 18th, 2009

મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં. ઓ શિખામણ [...]

ટોળાંની શૂન્યતા છું

Monday, June 15th, 2009

આજે જવાહર બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. આ ગઝલને અનેકવાર માણી છે અને છતાં ધરાવાતું નથી. આપણા બધાની જિંદગીનો સૂર આ ગઝલમાં વ્યક્ત થયો છે. ટોળાંની શૂન્યતા છું, શૂળી ઉપર જીવું છું .. કેટલું બધું કહી જાય છે. આપણે બધા એક રગશિયા ગાડાંમાં સવાર થઈને જિંદગી જીવી રહ્યા છે, જીવનનો મર્મ ભૂલી ગયા છીએ, જીવનને [...]