Press "Enter" to skip to content

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના


સંબંધને નામ આપવું જ પડે એવું થોડું છે ? સમાજ ભલે સંબંધોને લેબલ લગાવે પણ એવા કોઈપણ નામ વગરના સંબંધે પણ મળી શકાય, હૃદયના ભાવોની આપ-લે કરી શકાય, એકબીજાના મનના ભાવોને વાંચી શકાય. હા એમાં ઘણી રુકાવટો આવવાની. પરંતુ એમ વિરોધો અને વિઘ્નોને પાર કર્યા વગર કોઈને ઇપ્સિત વસ્તુ કદી મળી છે ? તો ચાલ મળીએ … પરંતુ અંતની કડીમાં એ પ્રસ્તાવનો ઉત્તર મળતો નથી…. કદાચ હજુ કવિ સમયથી આગળ છે કે સામેના પાત્રની કોઈ મજબૂરી. નક્કી આપણે કરવાનું છે. ભાવની અભિવ્યક્તિ માટે શબ્દોના ભપકાની જરૂર નથી એના પુરાવા રૂપ આ સુંદર રચના માણો મનહર ઉધાસના સ્વરમાં.
*

*
ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.

– બાલુભાઇ પટેલ

14 Comments

  1. pragnaju
    pragnaju April 18, 2009

    ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
    રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.
    એક બીજાને સમજીએ આપણે,
    કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.
    વ્યહવારમાં અનેક વાર બોલેલી પંક્તીઓ
    મધુરા સ્વર ગાયકીમાં માણી મઝા આવી

  2. મયુરી
    મયુરી April 18, 2009

    ચાલ મળીએ કોઇ કારણ વિના…… આ ગઝલની પહેલી પંક્તિ જ ખૂબ સરસ છે. આજના આ સ્વાર્થવાળા જમાનામાં કોઇ કોઇને કારણ વિના મળતું નથી. ઉપરાંત સગપણ વિનાના સંબંધને પણ ક્યાં કોઇ સમજી શકે છે…..આ ગઝલ મને ખૂબ જ ગમી. આવું સ્પષ્ટ વિચારધારાવાળુ સાહિત્ય તમે શોધીને મૂકો છો તે બદલ અભિનંદન. ફરી ફરી અભિનંદન.

  3. Manvant Patel
    Manvant Patel April 19, 2009

    સુંદર રજૂઆત બદલ અભિનંદન બહેના !

  4. Sapana
    Sapana April 19, 2009

    સરસ!!! મજા પડી ગઈ. રાખીયે સંબંધ કોઈ સગપણ વિના. વાહ!!!
    – સપના

  5. darshan
    darshan April 21, 2009

    જો કોઇને રોજ જ કારણ વગર મળવા માટે મન તડપતુ હોય તો તેને સામેની વ્યક્તિ શા માટે આંખોમાં કાંઈ વાંચી શકતી નથી ??? આવું શા માટે થાય છે કે દરીયો તરી જવાય છે ને નદીમાં ડુબી જવાય છે ???

  6. Rohit Vanparia
    Rohit Vanparia May 27, 2009

    સરસ કાવ્ય.

    કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
    કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

    કાવ્યમાં આવતું પ્રેરક વાક્ય…
    ——————————–
    આપને મારા બ્લોગની મુલાકાત લેવાં આમંત્રણ આપુ છું.
    દીપમોતી – ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી વિણેલા મોતી…
    મારા બ્લોગને આપનાં BlogList માં સમાવવા વિનંતી.

  7. Sanjay
    Sanjay August 24, 2009

    બહુજ સુંદર ……
    આ પંક્તિના શબ્દો સીધા જ દિલમાં ઉતરી જાય એવા છે…

  8. Sanat M Joshi
    Sanat M Joshi November 6, 2009

    અતિ સુન્દર ….. શું જગતમાં આવું મળવું શક્ય થાય ? આવી સરસ રચના માટે અભિનંદન.
    Really it is very touching. If this is possible then there will be heaven on earth. Keep posting such beautiful rachanas.

  9. CA Bijal Gandhi
    CA Bijal Gandhi February 10, 2010

    વાહ શુ વાત કરી !

  10. Suresh Doshi
    Suresh Doshi February 6, 2011

    Deeply heartfelt. very sensitive. Thanks.

  11. Amit Shah
    Amit Shah November 26, 2011

    Very nice ghazal, words are very nice.

  12. B. G. Parel
    B. G. Parel February 14, 2021

    રાગ ખુબ જ સુંદર છે. આ રચના ખુબ ગમી.
    ઍન સબ્દો ખુબ જ મહેનત કરી છે. એની સાથે હિમાલયની વાદીઓનું ચિત્ર મુકો.
    અત્યારનું તનય સાથેનું ચિત્ર ખુબ જ સુંદર છે. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.