ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ચરાતિ ચરતો ભગઃ । અર્થાત્ ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. પ્રગતિ કરવી હોય તો સાહસ કરવું પડે, માદરે વતન છોડીને નવી દિશાઓમાં પગ માંડવા પડે. ગુજરાતની પ્રગતિનું એક કારણ આ સંદેશને આત્મસાત કરી ગુજરાત છોડી વિશ્વભરમાં પોતાના સાહસ, સૂઝ અને મહેનતને બળે સ્થિર થયેલા ગુજરાતીઓનું પીઠબળ છે. જેની એકેક પંક્તિ વારેવારે ગાવાનું મન થયા કરે તેવી રવિ ઉપાધ્યાયની આ રચનાને માણો પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે.
*
*
મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,
પત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.
દર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે.
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય
આશાઓ અને અરમાનોનું પોટલું બાંધી આપણે બે મન્ઝિલ ઢુંઢતા રહ્યા; શું મન્ઝિલ એટલી આઘી કે પાંચ દસકે માંડ પાંચ ડગલા ચાલી શક્યા…?
પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે મધુરુ ગીત
બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો ,
પત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.
વાહ