બે પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા એકમેકનું નામ હથેળી પર લખે છે અને પ્રેમના પ્રતીકરૂપે હૃદયનો આકાર ચીતરે છે, એ સહજ ચેષ્ટામાંથી કવિએ આ અનોખું ભાવજગત સર્જ્યું છે. એની એકે એક પંક્તિઓ વારેવારે ગાવાનું મન થાય એવી છે. આમ તો મેં આ કવિની અન્ય કોઈ કૃતિઓ વાંચી નથી પણ આ એક જ કૃતિ તેમની પ્રસંશા માટે પૂરતી છે. મનહર ઉધાસના મખમલી કંઠે માણો આ સુંદર ગઝલને.
[સ્વર : મનહર ઉધાસ, આલ્બમ: આકાર ]
*
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો… હળવે હાથે
થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો… હળવે હાથે
એકલતાનું ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો… હળવે હાથે
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો… હળવે હાથે
– અરુણ દેસાણી
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો
આવું સરસ નિમંત્રણ વાહ્
ફરી ફરી સાંભળવી ગમે તેવી ગઝલ મજા આવી…
આજના જમાનામાં કવિ કદાચ લખે કે “ટેટુ” ચિતરી દો.
it is required to change words not on “hatheli” but on “DIL”