મિત્રો, આજે મરીઝની એક સુંદર ગઝલ. પ્રેમપંથે સૌથી મુશ્કેલ પળ પ્રેમના એકરારની હોય છે. કેટલાય પ્રેમીઓ સામેથી જવાબ ના મળવાના ભયને કારણે પ્રેમનો એકરાર કરી શકતા નથી. મરીઝ કહે છે કે હું હા જ હોય એમ નથી ઈચ્છતો. કદાચ ના હોય તો પણ એમાં વ્યથા હોવી જોઈએ. કેટલી અદભુત વાત ! સાંભળો આ સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*
*
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
– અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’
very nice…
Badho Aadhar hoy chhe teni jati veda pachha fari ne jova ma
Milan ma to kyay nathi hota purava.
Its really nice forever. Thank u to keep it here.
• મનમાં….
તારા વિચારોની કતાર લાગી છે મનમાં,
ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં,
તારી યાદો નો વરસાદ લઇ ને આવી છે એ મનમાં,
ખબર નથી એ યાદ ઉભરાશે ક્યારે મનમાં,
તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,
ખબર નથી એ હકીકત બનશે ક્યારે મનમાં,
બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છું મનમાં,
ત્યારેજ શાંતિનો અનુભવ થાય છે મનમાં,
રાત દિવસ તનેજ યાદ કર્યા કરુ છું મનમાં,
સાથ છોડી ને ચાલ્યા જ્શો એવી બીક છે મનમાં.
— હિરેન
very very nice ….and one of my fevri8 ……i cant explain in word just listen it.
શું પૃથ્વી નું બિંદુ તુજ કે મન મારું રહી રહી ને ત્યાંજ અટક્તુ.
what a fentastic ghazal of my life. Really, I like it very much. I have no words for this beautiful ghazal.
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
પ્રેમની અભિવ્યક્તિને આડે આવતી મર્યાદાની દીવાલ…………
મરીઝની સદાબહાર ગઝલ.
મરીઝની ઉમદા ગઝલ પિરસવા બદલ ખુબ ખુબ આભાર.