Archive for the 'કૈલાશ પંડિત' Category

ક્યાં ખોવાયું બચપણ મારું ?

Sunday, April 26th, 2009

મોટા થયા પછી સૌથી વધુ સાંભરતી વસ્તુ બચપણ છે. લખોટી, ભમરડા, ગિલ્લી-દંડા, પત્તાં, ચાકનાં ટુકડાં, દોસ્તદારો સાથે કલાકો રમવાનું અને એવું કંઈ કેટલુંય એ મજાની દુનિયામાં હતું. દુનિયાદારીના બોજથી વિહોણાં એ દિવસો મોટા થવાની લ્હાયમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાછળ છૂટી ગયા. કૈલાસ પંડીતે એનું અદભુત ચિત્રણ કર્યું છે. સ્વચ્છ ભીંતો વિધવા જેવી લાગવી, ચાદર બાળવિહોણી [...]

દીકરો મારો લાડકવાયો

Saturday, January 10th, 2009

દુનિયામાં સૌથી વિશુદ્ધ પ્રેમ મા અને બાળકનો ગણાયો છે. પોતાના વ્હાલસોયા બાળકને સુવાડવા માટે મા જે હાલરડાં ગાય છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આજે માણો કૈલાશ પંડિતની એક અણમોલ રચના જેને મનહર ઉધાસનો કંઠ સાંપડ્યો છે. દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો રમશું [...]

ભૂલી ગયા મને

Tuesday, December 2nd, 2008

પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો [...]

મહેફિલની શરૂઆત

Sunday, October 12th, 2008

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે. આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે. મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું, વાતો થશે કે મારે કબૂલાત થઈ [...]

છેતરી જાશે

Saturday, September 27th, 2008

કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના. સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે. ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે. અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો, ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી, કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી [...]