NDTV Imagine (એન ડી ટીવી ઈમેજીન) પર છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ મીરાં સિરીયલ(સોમ-શુક્ર) ખુબ લોકપ્રિય બની છે. આમેય મીરાં મારા મન અને હૃદયને સ્પર્શે છે, એમ કહો કે એની પૂજા કરે છે, એમાંય વળી એના પરની આ સુંદર સિરીયલ – પછી તો કહેવું જ શું. જે રીતે નાનકડી મીરાંનું પાત્ર નવ વરસની આશિકા ભાટીયાએ ભજવ્યું છે તે કાબિલે તારીફ છે. મીરાંનો કાકાભાઈ જયમલ (પારસ અરોસા) અને મીરાંની બાળસાથી લલિતા (ત્વરા દેસાઈ) પણ પોતાના અભિનયથી આપણું મન જીતી લે છે. મીરાંની ઐતિહાસિક કહાણીમાં ફેરફાર કરી આ સિરીયલ બનાવવામાં આવી છે પણ સાગર આર્ટે જે રીતે એને પ્રસ્તુત કરી છે તે અભિનંદનને પાત્ર છે. મીરાં સિરીયલનું સૌથી મનમોહક ગીત જે વારંવાર ગણગણવાનું મન થાય તેવું છે, આજે રજૂ કરું છું. આશા છે, મારી જેમ તમને સૌને પણ ગમશે.
*
*
મનમોહન કાન્હા બિનતી કરું દિન રૈન,
રાહ તાકે મોરે નૈન,
અબ તો દરસ દીજ્યો કુંજબિહારી,
મનવા હૈ બેચૈન … મનમોહન કાન્હા
નેહ કી ડોરી તુમ સંગ જોડી,
હમસે તો નાહિ જાયેગી તોડી,
હે મુરલીધર, કૃષ્ણ, મુરારિ,
તનિક ન આવૈ ચૈન … મનમોહન કાન્હા
જનમ જનમ સે પંથ નિહારું,
બોલો કિસ બિધ તુમકો બિસારું,
હે નટનાગર, હે ગિરિધારી,
થાહ ના પાવે પૈન … મનમોહન કાન્હા
ખૂબ સરસ મજા નું ગીત મીતિક્ષા બેન
I just LOVE this!!!!!!!!!!!!!!!!!!!!!
Would you know the names of SINGERS? Great Voices.
એ રી મૈ તો પ્રેમ દિવાની મેરો દરદ ન જાણે કોઇ…
મીરાઁ માટે મને પણ તમારા જેટલી જ મહત્તા છે !!
મિતિક્ષાબેન, આપની આ આખી વેબસાઈટમાં મીરાંપણુ છે.. જેમ મીરાને કૃષ્ણ ગમે તેમ આપની વેબસાઈટ દ્વારા અનેક લોકો મુરલીમય થઈ જતા હશે… મીરાંએ પોતાના ભજન દ્વારા અનેક લોકોને શાંતિ આપી છે.. જેમાં આપની આ વેબ સાઈટ મીરાંના પ્રેમને વ્યાપક પ્રગટાવવામાં દિપાવલી બની ગઈ છે.. મીરાંની જેમ તમે પણ ભજન ફેલાવવામા જે લીન થયા છો..તેનાથી ગોવિન્દ પણ ગાંડો થતો હશે…ત મો, તમારા પરિવારના સદ્સ્યો આ માટે નીમીત થયા છો તે ચોક્કસ જણાય આવે છે.. ખુબજ આભાર ઈશ્વર તમોને હમેશા આનંદમાં રાખે…તે જ પ્રાર્થના.
આભાર, અને અભિનંદન,
મીતિક્ષાબેન, નવજીવનને માણો, કૃપાળુ પરમાત્મા આ રીતે તમારી સેવાનો લાભ અમ જેવા ગુજરાતીના ચાહકોને વર્ષો સુધી આપતા રહો એ પ્રાર્થના.
કાંતિલાલ પરમાર
હીચીન