આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું (કોમેન્ટ લખવાનું) ચુકતા નહિ !
આ સ્તોત્રની રચના પાછળની કથા ખૂબ રસપ્રદ છે. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો અને દરરોજ સુંદર પુષ્પોથી મહાદેવની પૂજા કરતો. પરંતુ એક દિવસ પુષ્પદંત ગાંધર્વની નજર એ બગીચાના ફુલો પર પડી. આકર્ષક ફુલોથી મોહિત થઈને એણે એ ફુલો તોડી લીધા. જેથી ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછી આવું રોજ બનવા માંડ્યું. પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી જેથી ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ ફુલોની ચોરી કરનારને પકડવામાં અસમર્થ રહ્યો. આખરે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પંદત ફુલોને ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. બસ, પછી ભગવાન શંકરનો કોપ એના પર ઉતર્યો. એમાંથી મુક્ત થવા ને ભગવાન શંકરને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.
માણો પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં કંઠે ગવાયેલ શિવમહિમ્ન સ્તોત્ર સંસ્કૃતમાં, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, વારાફરતી જુઓ. આ સુંદર વિડીયોના સંકલન માટે આભાર – શ્રી નિતીશ જાની.
નોંધ – આશિત અને હેમા દેસાઈના કંઠે ગુજરાતીમાં શિવમહિમ્ન સ્તોત્ર સ્વર્ગારોહણ પર.
Part-1
Part-2
Part-3
મહિમ્ન સ્તોત્ર ઘણું જ સુંદર છે.
આ શિવમહિમ્ન સ્તોત્ર સાંભળવાનું મન ઘણા વખતથી હતું. આજે આ સાઈટ ઉપર તો સાથે સુર પણ પુરી શકાય એવું સરસ મન થયું …અને આવા સંસ્કૃતના મોસ્ટ ઓફ જોડીયા અક્ષરો સાથે મોટા સાઈઝમાં મળે એ સૌથી સારી વાત છે. હવે આ સ્તોત્ર કંઠસ્થ કરવામાં સહેલું થયું છે. મને આ સ્તોત્ર પર સ્કુલ સમયથી લગાવ હતો. આનું મહત્વ અમારા પડોશી ખુબ કહેતા એથી મને પણ આ સ્તોત્ર ખુબ જ ગમતું પરંતુ ટેપ રેકોર્ડર નો વહેઁત જ ન હતો. એના બદલે આજે લેપટોપ પર પણ આ કામ શક્ય બનાવ્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન. એનો અર્થ એ થયો કે શિવની સાચા મનથી ભક્તિ કરવાની મનમાં લગન હોય તો બાબા સામે ચાલીને તમોને પ્રેરણા આપશે એ તો આજે કબુલ કરીશ… અને થયું પણ એવું જ. આ સ્તોત્ર જ્યાં સાંભળવા મળતું ત્યાં હું એકધ્યાનથી સાંભળુ પણ આટલું સ્પષ્ટ આજે મજા આવી. એના લય અને તાલ સાથે માણ્યું એની જ મજા. બસ દિલ તરબતર થયું. મારી જુની શિવભક્તિ માટે એથી વિશેષ લખી શકવું એ ખબર પડતી જ નથી …
ખુબ ખુબ ધન્યવાદ. અનન્ય લેખ જેવા કે શિવ રુદ્રિ પણ આ જ રીતે મને મારા ઈ-મેઇલ પર મેલ કરવા એક વિનંતી છે….ઓમ નમઃશિવાય !!
બધાએ કાયમ મનન કરવું જ જોઇએ. જય હાટકેશ.
Loved the story plus the three different rendition, thank you. We have truly enjoyed this post.
શિવમહિમ્ન સ્તોત્ર ખુબ જ ગમ્યું. તમે આવા સ્તોત્ર મુકો તો વધારે સારુ.
Also, any story pls update and i hope u will success.
તમારો ખુબ ખુબ આભાર…
શિવમહિમ્ન સ્તોત્ર ખુબ જ ગમ્યું. ભગવાનની ભક્તિ કરવાનો મને લાભ મળ્યો. મનને શાંતિનો અનુભવ થયો. ધન્યવાદ.
Thank u very much. Please let me know if shiva tandava stortra is available or not? Thank u again.
Excellent,
thank you for putting on web. It is blessing for all shiva bhakta.
ઓમ નમહ શિવાય …
મન ને શાંતિ મળે એવુ ઘણું જ સુન્દર અને સ્પષ્ટ શિવ મહિમ્ન સ્તોત્ર છે.
બધાએ સાંભળવું જ જોઇએ.
શિવમહિમ્ન સાંભળી ખૂબ જ ખુશ થવાયું. આભાર બહેના !
ખુબ જ સરસ. બધાએ સાંભળવું જ જોઇએ.
શિવમહિમ્ન સ્તોત્ર ખુબ જ ગમ્યું.
શિવમહિમ્ન સ્તોત્ર ખુબ જ ગમ્યું.
Respected Mitixa,
Jay shree krishna.
Really I was so impressed to see this site for the first time. My beloved Dinesh Vaghla, who is International Tabla Player suggested me to see this site. I want to see you to show you my bhajans and poems written and composed by me. Can you give me some time? with the grace of God I have visited nearly 30 countries giving Aakhyans and Kirtans.
If you can oblige giving me the song,”Dikari to Vahal no Dariyo Kahevay”written by Shree Rajguru.
I live in Mulund, Mumbai 400 080. My mobile is 9870012818.
Thanks a lot
Haribhai Popat
B.A.B.ED.Kovid Hindi and Sanskrit
“Om Namah Shivay”
Amulya khajano for real life living giving peace and positive vibration.
Truth of life.
Thanks to share this videos with us.
Awesome song..thanks for sharing this one.
Very good to have this kind of religious music in USA.
ભક્તિમય થઈ જવાય છે.