આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું (કોમેન્ટ લખવાનું) ચુકતા નહિ !
આ સ્તોત્રની રચના પાછળની કથા ખૂબ રસપ્રદ છે. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો અને દરરોજ સુંદર પુષ્પોથી મહાદેવની પૂજા કરતો. પરંતુ એક દિવસ પુષ્પદંત ગાંધર્વની નજર એ બગીચાના ફુલો પર પડી. આકર્ષક ફુલોથી મોહિત થઈને એણે એ ફુલો તોડી લીધા. જેથી ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછી આવું રોજ બનવા માંડ્યું. પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી જેથી ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ ફુલોની ચોરી કરનારને પકડવામાં અસમર્થ રહ્યો. આખરે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પંદત ફુલોને ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. બસ, પછી ભગવાન શંકરનો કોપ એના પર ઉતર્યો. એમાંથી મુક્ત થવા ને ભગવાન શંકરને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.
માણો પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં કંઠે ગવાયેલ શિવમહિમ્ન સ્તોત્ર સંસ્કૃતમાં, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, વારાફરતી જુઓ. આ સુંદર વિડીયોના સંકલન માટે આભાર – શ્રી નિતીશ જાની.
નોંધ – આશિત અને હેમા દેસાઈના કંઠે ગુજરાતીમાં શિવમહિમ્ન સ્તોત્ર સ્વર્ગારોહણ પર.
Part-1
Part-2
Part-3
48 Comments