Press "Enter" to skip to content

મોર બની થનગાટ કરે


રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા એટલે પ્રણયનું આહવાન .. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. મેઘાણીની અમર કૃતિ અને મારું સૌથી પ્રિય વર્ષાકાવ્ય માણો બે અલગ સ્વરોમાં.
*
સ્વર: ચેતન ગઢવી, આલ્બમ: લોકસાગરના મોતી

*
સ્વર: આશિત દેસાઈ, આલ્બમ: મેઘ મલ્હાર

*
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી
—————————————-
ઘણાં મિત્રો આ સુંદર ગીત સાંભળીને એનો અંગ્રેજીમાં શું અર્થ થાય તે જાણવા માગતા હતા, તો એક મિત્ર પાસેથી મળેલ અંગ્રેજી અનુવાદ અહીં રજૂ કર્યો છે. ગીતના માધુર્યને ગુજરાતી ન સમજનાર પણ માણી શકે એ માટેનો એક નમ્ર પ્રયાસ … Nothing matches original words but this is an attempt to offer inner glimpse into the beauty of this wonderful song….. (admin)
—————————————-
It dances today, my heart, like a peacock it dances, it dances.
It sports a mosaic of passions, Like a peacock’s tail,
It soars to the sky with delight, it quests, O wildly
It dances today, my heart, like a peacock it dances.
Storm-clouds roll through the sky, vaunting their thunder.

Rice-plants bend and sway, As the water rushes,
Frogs croak, doves huddle and tremble in their nests, O proudly
Storm-clouds roll through the sky, vaunting their thunder.

Rain-clouds wet my eyes with their blue collyrium, collyrium.
I spread out my joy on the shaded new woodlands grass,
My soul and the kadamba-trees blossom together, O coolly
Rain-clouds wet my eyes with their blue collyrium.

Who wanders high on the palace-tower, hair unraveled –
Pulling her cloud-blue sari close to her breast?
Who gambols in the shock and flame of the lightning, O who is it
High on the tower today with hair unraveled?

Who sits in the reeds by the river in pure green garments ?
Her water-pot drifts from the bank as she scans the horizon,
Longing, distractedly chewing fresh jasmine, O who is it
Sitting in the reeds by the river in pure green garments ?

Who swings on the bakul-tree branch today in the wilderness,
wilderness–Scattering clusters of blooms,
Sari-hem flying, Hair unplaited and blown in her eyes? O to and fro
High and low swinging, who swings on that branch in the wilderness?

Who moors her boat where ketaki-trees are flowering, flowering?
She has gathered moss in the loose fold of her sari,
Her tearful rain-songs capture my heart, O who is it
Moored to the bank where ketaki-trees are flowering?

It dances today, my heart, like a peacock it dances, it dances.
The woods vibrate with cicadas, Rain soaks leaves,
The river roars nearer and nearer the village, O wildly
It dances today, my heart, like a peacock it dances.
—————————————-
The original poem ‘Naba-barsha’ Written by Rabindranath Tagore on 20th Jaishtha 1307B at Silaidaha. The lyrics are in Bengali. – admin
—————————————-
Hridoy aamar nache re aajike mayurer mato nache re.
Sato baroner bhabo uchhas kalaper mato koreche bikas,
Aakul paran aakase chahia ullase kare jache re.
Ogo, nirjane bakulsakhaya dolaya ke aaji duliche, dodul duliche.
Jharoke jharoke jhariche bakul, aachal aakase hoteche aakul,
Uria alok dhakiche palok kabori khosia khuliche.
Jhare ghanodhara nabopallobe, kapiche kanon jhillir rabe
Tir chapi nodi kalokallole elo pallir kache re.

122 Comments

  1. Chirantan Gupta
    Chirantan Gupta April 19, 2015

    હું કે મેઘાણી બાપા દ્વારા કદાચ જ શક્ય આવા સુંદર ગીત, એવું લાગે છે. લાગણી સાથે ભરવામાં એટલી સારી ચોક્કસ આ અદ્ભુત ગીત ના હૃદય આકર્ષિત કરશે.. હું એક બંગાળી છું, તેમ છતાં હું મારી જાતને ગુજરાતી વિચારો.

  2. Kishan Desai
    Kishan Desai February 15, 2015

    I’m immensely joyed to read Gujarati poem on your website.I acknowledge your commitment and dedication to take Gujarati literature forward. May you accomplish this Himalayan task with great success.

  3. Vishw Patel
    Vishw Patel December 17, 2014

    It’s very useful for me. it’s very nice. :))

  4. Mehul Makwana
    Mehul Makwana November 8, 2014

    I’m proud…. I’m GUJARATI..

  5. Brijesh
    Brijesh September 18, 2014

    Really i like this song and its lyrics is very nice.. great.

  6. Rushin Shah
    Rushin Shah July 2, 2014

    Superb zaverchand meghani. u r grate.. awesome. that’s my school project. now i can complete that. Thank you.

  7. Hemant Patel
    Hemant Patel June 20, 2014

    ખૂબ ખૂબ આભાર

  8. Dr Harshad Soni
    Dr Harshad Soni May 31, 2014

    just searching for this nice composition, happily and heartly heard !!! just fantastic !!!!

  9. Alpana Patel
    Alpana Patel April 16, 2014

    સાચ્ચે જ આભારી રહીશું આપના આ અમુલ્ય ગીત આપવા બદલ … આંખમાં આંસુ આવી ગયા.

  10. Tapan Kalsariya
    Tapan Kalsariya February 8, 2014

    હું એ જાણવા માંગુ છું કે આ ગીતમાં જે બોલી છે તે ગુજરાતના કયા વિસ્તારમાં બોલાય છે ? શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે ફરી આ અમુલ્ય સાહિત્ય આપણી સમક્ષ રજૂ કર્યું છે. હું ગુજરાતના લગભગ દરેક વિસ્તારની બોલીથી પરીચિત છું પણ આ પ્રકારની બોલી ક્યાં બોલાય છે તે ખ્યાલ આવતો નથી. આપની મહેરબાની રહેશે.

  11. Vimal J. Patel
    Vimal J. Patel January 16, 2014

    Very very nice. I’m proud I’m Indian and Gujarati. I love this song. I love Zaverchand Meghani. I love Narmad, and I love Gujarat. This Gujarati song is our symbol of Gujarati. and i cant imagine without Zaverchand Meghani in Gujarat.

  12. અંબરિષ મકવાણા
    અંબરિષ મકવાણા January 13, 2014

    નમસ્‍તે. તમારી આ વેબસાઇટ પર ઓનલાઇન ગુજરાતી સાહિત્‍યમાં આવેલી ચો૫ડી વાંચવી છે, જેનું નામ છે બૃહદ કહેવત કથા સાગર. તે માટે આ૫નો ખુબ આભાર રહેશે.

  13. Priyank Barvaliya
    Priyank Barvaliya January 11, 2014

    ગુજરાતી હોવાનો ગર્વ છે.

  14. Vinit Shah
    Vinit Shah January 7, 2014

    ખૂબ સારુ લાગ્યુ આ ગીત સાંભળીને.
    આભાર.

  15. Pravin Madhukar
    Pravin Madhukar December 31, 2013

    ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાને આપ દ્વારા જીવંત રાખવાનો પ્રયાસ, આભાર.

  16. Pratik Shrimali
    Pratik Shrimali December 17, 2013

    મને આ સોન્ગ ખુબજ ગમ્યુ… તમારો ઘણો ઘણો આભાર આ ક્રુતિ મુકવા બદલ્….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.