Archive for the 'ઝવેરચંદ મેઘાણી' Category

છેલ્લો કટોરો ઝેરનો

Saturday, May 30th, 2009

બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો [...]

શિવાજીનું હાલરડું

Monday, January 12th, 2009

એમ કહેવાયું છે કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. બાળપણમાં મા જે હાલરડાં સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં મોટો ફેર પડે છે. પોતાની શૂરવીરતાથી મરાઠા સામ્રાજ્યને એકસૂત્રે બાંધનાર શિવાજીના શૂરવીર વ્યક્તિત્વમાં માતા જીજાબાઈએ સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાંનો પણ ફાળો છે. બે દિવસ અગાઉ આપણે કૈલાસ પંડિતે લખેલ રચના માણી હતી. આજે માણો ઝવેરચંદ [...]

મા મને કોઈ દી સાંભરે નૈ

Tuesday, November 25th, 2008

ઝવેરચંદ મેઘાણીની એક સુંદર કૃતિ. મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમય હસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે [...]

મોર બની થનગાટ કરે

Friday, October 10th, 2008

રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા [...]

કસુંબીનો રંગ

Saturday, September 13th, 2008

રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અવિસ્મરણીય કૃતિ. મન ભરી માણો કસુંબલ રંગને.
[Audio clip: view full post to listen]
લાગ્યો કસુંબીનો રંગ,
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ … રાજ
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ … રાજ
દુનિયાના [...]