Archive for October, 2008

રૂપ કૈફી હતું

Wednesday, October 22nd, 2008

આજે સાંભળો એક કેફ ચઢી જાય એવી ગઝલ. શોભિત દેસાઈની રચનાને પંકજ ઉધાસે સ્વર આપીને વધુ કૈફી બનાવી છે. આ સુંદર રોમેન્ટીક ગઝલમાં એક નાજુક અને સુંદર મુલાકાતને વણી લેવાઈ છે. ગઝલ પહેલાંનું મુક્તક ખૂબ સુંદર, ગઝલ સુંદર અને પંકજ ઉધાસનો મદહોશ કરે તેવો સ્વર. પછી બીજું શું કહેવાનું હોય ? એને તો બસ વારંવાર [...]

ઉમર ખૈયામની રુબાઈઓ – 3

Tuesday, October 21st, 2008

ઉમર ખૈયામની રુબાઈઓ મને ખુબ જ ગમે છે. આ અગાઉ આપણે એનો આસ્વાદ માણી ચૂક્યા છીએ. આજે માણો વધુ કેટલીક રુબાઈઓ. અર્થથી સભર અને ગહનતમ વાતોને સરળતાથી રજૂ કરતી આ રુબાઈઓ વારંવાર મમળાવવી ગમે એવી છે. આપણું સદભાગ્ય છે કે ગુજરાતી સાહિત્યમાં એનું નવસર્જન કરી શૂન્ય પાલનપુરીએ એને પ્રસ્તુત કરી. આ અગાઉ રજૂ થયેલ રુબાઈઓ [...]

કેવા રે મળેલા મનના મેળ

Monday, October 20th, 2008

આજે સાંભળીએ એક સદાબહાર ગીત જે વારંવાર સાંભળ્યા છતાં ધરાવાય નહીં. બાલમુકુંદ દવે રચિત આ ગીતને સ્વર આપ્યો છે પ્રસિદ્ધ ગાયકો જનાર્દન અને હર્ષિદા રાવલે. કેવા રે મળેલા મનના મેળ ? હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ? ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી, જેવી માંડવે વીંટાઇ નાગરવેલ : હો રુદિયાની રાણી ! [...]

વરસાદ જેવું જોઈએ

Sunday, October 19th, 2008

આજકાલ શોર્ટકટનો જમાનો છે. બધાને જલ્દી જલ્દી બધું મેળવવું છે. જીવનમાં સફળતા મેળવવા માટે પણ એ એટલું જ લાગુ પડે છે.  એ વાતને એક જુદા જ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. પૂર માટે માત્ર સ્થાનિક વાદળો જ પૂરતાં નથી. કારણ એનાથી બે ઘડી પાણી વરસીને ઓસરી જાય .. ખરેખર જો તમારે ઝળકવું હોય, સફળતાની બુલંદી [...]

મુખડાની માયા લાગી

Saturday, October 18th, 2008

મેડતાની ધરતી પર જન્મી, દાદા દુદાજી પાસે મોટી થઈ, કૃષ્ણભક્ત મીરાં ચિતોડના રાજ પરિવારમાં આવી. પણ પરણું તો પ્રિતમ પ્યારો .. કહી શ્રીકૃષ્ણ સાથે એણે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો. પતિએ આ ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો. પણ એથી તો મીરાંનો કૃષ્ણપ્રેમ છાપરે [...]