ટપાલમાં

લાચાર વૃક્ષની વ્યથા મૂંગી ટપાલમાં,
ટહુકાઓ નીકળે ભલા ક્યાંથી ટપાલમાં.

વિસ્તરતું જાય છે સતત સંબંધ કેરું રણ,
મૃગજળ વિશે લખાય ક્યાં ભીની ટપાલમાં.

નારીની વેદના લઈ ડૂસ્કાં ગયા ઘણાં,
પડઘા હજી ઝીલાય ના બ્હેરી ટપાલમાં.

ફુલોએ વારતા લખી એના સુહાગની,
ઝાકળના બુંદ નીકળ્યા એથી ટપાલમાં.

કેવી દશા થઈ હશે એના વિયોગમાં,
સરનામું ચીતરી શકી ખાલી ટપાલમાં.

‘ચાતક’, હવે જીવનતણા નાટકનો અર્થ શું?
અણસાર આવતા નથી કોઈ ટપાલમાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (11)
Reply

હંમેશની જેમ ઉત્તમ રચના…ખૂબ સરસ…અભિનંદન

‘ચાતક’, હવે જીવનતણા નાટકનો અર્થ શું?
અણસાર આવતા નથી કોઈ ટપાલમાં.
ખૂબ સરળ ભાષામાં તરબતર વાત કરાઇ છે અને વેદનાને કે ઝુરાપાને લાચાર વૃક્ષની વ્યથા મળે છે.

ચાતક’, હવે જીવનતણા નાટકનો અર્થ શું?
અણસાર આવતા નથી કોઈ ટપાલમાં.

કેટલો ગૂઢાર્થ છે આ સરળ શબ્દોમાં ?

” ટપાલના વિવિધ રૂપ અને સંવેદના કંડારતી રચના …” મનભાવન રહી.

તમારી ટપાલ સમયસર મળી.
ઘણાં બધાં સત્ય સાંપડ્યાં તમારી ટપાલમાં.
અભિનંદન ! સુંદર ગઝલ થઈ છે.

વાહ વાહ સુંદર ટપાલ … સરસ રચના

સરસ
નારીની વેદના લઈ ડૂસ્કાં ગયા ઘણાં,
પડઘા હજી ઝીલાય ના બ્હેરી ટપાલમાં.

ફુલોએ વારતા લખી એના સુહાગની,
ઝાકળના બુંદ નીકળ્યા એથી ટપાલમાં.
ખૂબ સરસ

ગીત ગુંજે………………………

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય,
કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં
શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી
છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર
સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત
કાશ મારુંયે સરનામું ગોતતો

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

Thank you for posting my uncle’s painting with your eloquent poem.

રદીફને બખૂબી નિભાવતી સુંદર ગઝલ.

Reply

સુંદર મત્લા સાથે નવી રદીફમાં કહેવાયેલી એક કાબિલેદાદ ગઝલ

Reply

વધુ એક સુંદર ગઝલ માણવી ગમી!
સુધીર પટેલ.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.