ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં.
*
સ્વર – લતા મંગેશકર
*
સ્વર – મન્ના ડે
*
સ્વર – આશિત દેસાઈ
*
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન
– નરસિંહ મહેતા
‘વૈષ્ણવજન’ ના રચયિતા આદિકવિ નરસિંહ મહેતા છે તો ફોટો પણ એમનો હોવો જોઈએ…. દરેક જગ્યાએ ગાંધીની ઘૂસણખોરી કેટલી યોગ્ય છે..??
સરસ ભજન. જો તમારી પાસે પહેલા પહેલા જુગમાં રાણી અમે પોપટ તમે પોપટી રાજા રામના હોય તો મૂકજો.
we find very interesting site. Please keep it up. God may give you courage to implement forever successfully.
મને અતિ પ્રિય પ્રભાતિયુ .. ખુબ ગમે.
કેવું સરસ ભજન !
Excellent job you have done. It remind my school days when we were taught this bhajan and singing everyday after prarthna.
That was interesting. I like your quality that you put into your post. Please do continue with more similar to this.
If you have ‘Vaishnav jan to tene re’ version by Hemant kumar pl. post it. It may recorded around 50 years back on 78 rpm.
There cannot be any comment on such a beautiful heart rendering song which is entombed in the hearts of all people., irrespective whether he is Indian or otherwise.
– Behari Mehta
વાહ્. વાહ.. શુ કહુ મારી પાસે શબ્દો નથી કેવા શબ્દોમાં તમોને અભિનંદન આપુ. શબ્દો નાના પડશે. તમોએ ગુજરાતીઓને તેના ખોવાયેલા મોતી આપ્યા છે, ખોવાયેલુ હાસ્ય બચપનનુ, આજે ફરી તેજ મુખે જોવા મલ્યું છે.
નરસિંહ મહેતા રચિંત એક આદર્શ માનવ બનવાની પ્રેરણા આપતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરના કંઠે સાંભળવાની,માણવાની તક આપવા બદલ દક્ષેશભાઈનો ખૂબ ખૂબ આભાર.ધન્યવાદ!-ડૉ.બિપિન કૉન્ટ્રાકટર
મીતિક્ષા.કોમ
ગુજરાતી સાહિત્યના નવા સરનામાને ઘણા અભિનન્દન.
this is very good site. congrats for painstaking effort.
આ ગાયન પણ બહુ સરસ છે.
વાહ કેવું સરસ ભજન મૂક્યું છે. આવા બીજા ભજનો પણ મૂકજો. અને હા, મેડમ તમારી પાસે જેસલ-તોરલ ફિલ્મના ગીતો-ભજનો હોય તો મૂકજો. બહુ જ સારો પ્રતિભાવ મળશે.
વાહ વાહ શું ભજન ચ્હે
Mam,
you have done excellent job.