ક્યાં સુધી દુઃખદર્દની વાતો તમે કીધા કરો,
ઝેર જીવનના બધા શંકર બની પીધા કરો.
માર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી,
પત્થરો પ્રારબ્ધના પુરુષાર્થથી સીધા કરો.
સ્વીકૃતિની ધારણા પર થાય પ્રસ્તાવો રજૂ,
જે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો.
યાચના કરતાં શરમથી ડૂબવું છોને ભલું,
આપવા બેસે ખુદા તો પ્રેમથી લીધા કરો.
મોત આવી એક દિન ખખડાવવાનું દ્વાર પર,
બારણાંઓ બંધ રાખી ક્યાં સુધી બીધા કરો.
જિંદગી ‘ચાતક’ હવાના ખેલ જેવું છે કશું,
શ્વાસનો ઉત્તર તમે પ્રશ્વાસથી દીધા કરો.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
જિંદગી ‘ચાતક’ હવાના ખેલ જેવું છે કશું,
શ્વાસનો ઉત્તર તમે પ્રશ્વાસથી દીધા કરો
સરસ વાત છે સાહેબ અને સાચું પણ ખૂબ જ ગમ્યું…
સુંદર ગઝલ !
મક્તાનો શેર ખૂબ ગમ્યો.
હંમેશ મુજબ એક વધુ સુંદર ગઝલ…!!!
આ તો ખૂબ જ ગમે તેવું,
સ્વીકૃતિની ધારણા પર થાય પ્રસ્તાવો રજૂ,
જે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો.
યાચના કરતાં શરમથી ડૂબવું છોને ભલું,
આપવા બેસે ખુદા તો પ્રેમથી લીધા કરો.
સરસ ગઝલ.
જે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો.
મોત આવી એક દિન ખખડાવવાનું દ્વાર પર,
બારણાંઓ બંધ રાખી ક્યાં સુધી બીધા કરો…… સરસ ગઝલ છે…
સરસ ભાવ અને અભિવ્યક્તિ દક્ષેશભાઇ…
-અભિનંદન.
નખશિખ સુંદર ગઝલ
માર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી…
મોત આવી એક દિન ખખડાવવાનું દ્વાર પર…
વાહ, superb.
વાહ ! વાહ ! ફરી એક સુન્દર ગઝલ.
જેની દરેક અર્થસભર પન્ક્તિઓની મઝા માણી.
માર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી,
પત્થરો પ્રારબ્ધના પુરુષાર્થથી સીધા કરો…
હિંમતે મર્દા તો મદદે ખુદા..આપની ખુમારી ને આત્મવિશ્વાસ હંમેશા આજ રીતે ઝગમગતા રહે તેવી પ્રભુને પ્રાર્થના..
khub sundar saheb….
Hraday ne kharekhar gamtu malyu