[Painting by Donald Zolan]
આવે ન ઊંઘ રાતે, એવો તનાવ ક્યાં છે?
સપનાની સાથે પ્હેલાં જેવો લગાવ ક્યાં છે?
દોડે છે રાતદિવસ ઘડીયાળના આ કાંટા,
આ હાંફતા સમયનો કોઈ પડાવ ક્યાં છે?
ઊભો રહું કે ચાલું, એની જ છે વિમાસણ,
ઓ લક્ષ્ય, એ વિશેનો તારો સુઝાવ ક્યાં છે?
કણકણમાં તું વસે છે, એવું કહે છે લોકો,
ખાલી જગામાં તારો ફોટો બતાવ, ક્યાં છે?
રંગો, બધાય રંગો, શોભે છે એની રીતે,
કિન્તુ સફેદ જેવો શબનો ઉઠાવ ક્યાં છે?
આંસુ ઢળીને અમથાં આવે ન હોઠ ઉપર,
તરસ્યાને ટાળવાનો જળનો સ્વભાવ ક્યાં છે?
દૃષ્ટા બનીને ‘ચાતક’ જોયા કરો જીવનને,
શ્વાસોની આવ-જાથી મોટો બનાવ ક્યાં છે?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મસ્ત ગઝલ… દરેક શે’ર ગમ્યા.. પણ
પ્રશ્નાર્થ છે રદીફમાં પ્રશ્નાર્થ ચિન્હ ક્યાં છે ?
અશોકભાઈ,
રદીફમાં જ્યાં પ્રશ્નાર્થ ચિન્હ રહી ગયા હતા, ત્યાં સુધારો કરી લીધો છે.
તમને ગઝલ પસંદ આવી તેનો આનંદ …
🙂
Waaahhhhhh
Aabhar
Dakshesh-bhai,
Thanks for an excellent aadhyatmic (spiritual) gazal.
Be a “Drashta” & observe life…observe your breath. Very
nice meditation principle of PREKSHA DHYAN.
Wish you continuing Success,
NARESH.
Thank you for your appreciation Nareshbhai ..:)
ઓ ભાઈ , ચેટમાં મેં આ કાવ્યનું પઠન કરીને મુક્યું છે ..જોઈ લો ..પહેલો પ્રયત્ન છે ..કેવોક રહ્યો કહેજો :p
— નીવારોઝીન
નીવાબેન,
પહેલા પ્રયત્ન પ્રમાણે પઠન ખરેખર સરસ છે. આભાર.
બીજાની રાહ જોઈશ… 🙂
એક એક શેર લાજવાબ. મક્તા The best.
Thank you Devikaben for your appreciation.
સરસ ગઝલ છે પણ મને અસલ “ચાતક” માણવા નથી મળ્યો તેનો રંજ છે. ક્ષમ્ય ગણશો.
કિશોરભાઈ,
તમને ગઝલમાં ઉણપ લાગી એનો રંજ છે. મારા તરફથી બહેતર રચના આપવાનો હંમેશ પ્રયાસ રહેશે.
તમારા નિખાલસ અભિપ્રાય બદલ આભાર.
अेकेअेक शे’र लाजवाब थया छे. आ गझलमां ‘चातक’ मारी तृषा बुझावे छे. मारा मनमां जे आपनुं जे प्रतिबिंब छे ते दिल भरीने नीखरे छे. मारा दिली अभिनंदन प्रेमपूर्वक स्वीकारजो.
आपकी होसला-अफजायी के लिये तहे दिल से शुक्रिया ।
Daxeshbhai , aapki har rachna nayyab hai kya gehri baat kah gaye.
વિજયભાઈ,
આપની દાદ સર-આંખો પર ..:)
Very nice poem b’coz i am photographer.