ભાગ્ય ઊંધું છે, ને ચત્તું પાડવા બેઠા છીએ,
લાગણીનું એક પત્તું કાઢવા બેઠા છીએ;
માંગવું હો તે બધુંયે આજ માંગી લે ખુદા,
આંખ મીંચી આજ મત્તું મારવા બેઠા છીએ.
*
પ્રેમમાં પડવું સમસ્યા ન સમજ,
હર કોઈ પથ્થર અહલ્યા ન સમજ;
શક્ય છે કે આંખની ભીનાશ હો,
તું બધે વાદળ વરસ્યા ન સમજ.
*
ઈચ્છાકુંવરી કરિયાવરમાં શ્વાસ લખાવી બેઠી છે,
જીવણબાઈ એક સદીની આશ લગાવી બેઠી છે;
દૃશ્યોની સંદૂકમાંથી નીકળે છે કેવળ સન્નાટા,
આંખો તોયે પગરવ ઉપર તાશ લડાવી બેઠી છે.
*
ક્યારે નહીં, કદીનો પ્રશ્ન છે,
ક્ષણની સામે સદીનો પ્રશ્ન છે;
દરિયા સાથે લગ્ન કર્યા પછી,
આગળ વધાય? નદીનો પ્રશ્ન છે.
*
साँसो की डोर पर तेरा चहेरा सवार है,
कैसे बताउँ दिल को, दिल तो गँवार है
तुझसे नहीं मिलने की कसम खाई है मैंने,
ये ओर बात है कि तेरा इन्तजार है ॥
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Write something about Raxa bandhan in Gujarat.
સારા મુક્તકો છે.
Aabhar.
દરેક મુક્તકની નવીનતા આંખે ઊડીને વળગે તેવી છે સુંદર મુક્તકો માણીને દિલ રાજી થયું
પત્થરની જોડણી હિંદી માટે સાચી છે ગુજરાતી માં જોડણી પથ્થર થાય મિત્રભાવે સુધારી લેવા વિનતિ
કિશોરભાઈ,
આપને મુક્તકો ગમ્યા તેનો આનંદ.
આપના સૂચન મુજબ જોડણી સુધારી લીધી છે. સૂચન બદલ આભાર.
દરેક મુક્તક સુંદર થયા છે, બીજા મુકતકના અંતિમ મિસારાનો કાફિયો વજનની દ્રષ્ટિએ તપાસવો જોઈએ..
અશોકભાઈ,
બીજા મુક્તના અંતિમ મિસરામાં વર્ષ્યા ને બદલે વ-ર-સ્યા લઈએ તો બરાબર લાગશે.
પઠનમાં યોગ્ય ભાર આપતાં નહીં કઠે.
સુઝાવ બદલ આભાર.
Super like
Thank you Meena ben .. 🙂