માતાના મહિમા વિશે કવિઓએ લખવામાં પાછું વાળીને જોયું નથી પરંતુ પિતા કે પપ્પા માટે કદાચ એટલું નથી લખાયું. પિતાના ચાલ્યા ગયા પછી પુત્રીને કેવી ખોટ અનુભવાતી હશે, પિતાનું દરિયા સમ વ્હાલ પામીને વ્હાલનો દરિયો બનેલ પુત્રી કેવો ખાલીપો અનુભવતી હશે, તે ભાવજગતની ઝાંખી કરાવતું આ ગીત અગણિત વાર સાંભળ્યું છે, પરંતુ દરેક વખતે પાંપણો ભીંજાય જાય છે.. પિતાપ્રેમને અભિવ્યક્ત કરતું આ સુંદર ગીત માણો એટલા જ હૃદયસ્પર્શી અને ઉર્મીશીલ સ્વરમાં.
*
સ્વર: નયના ભટ્ટ; સંગીત: મેહુલ સુરતી
*
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર
આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી
આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છે કે ગયા ઉમ્રભર
યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી
વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર
– મુકુલ ચોકસી
This is amazing. can’t tell how many times to thank for the song. My mother is 75 years, but after listening to the song after reading the email she had tears in her eyes. After so many year she recalled by this mail.
I Love My Pappa.
ખુબજ હૃદય સ્પર્શી ગીત…
I have no words to tell how i feel. Only tears tells everything on my behalf.
માબાપની હયાતિમાં જ તેમને ખુબ પ્રેમથી, માનથી રાખવા, કવિતા-ગીતો તેના બાદમાં આવે. માબાપને ભગવાનની ભેટ સમજવી.
“Life Without Father ” song and like Article is very very nice for all
family members , in our life Mother and father same category to each level because father is outside hero and mother is inside hero so my father is always with me…………Jay Apa Giga (Satadhar-Gir)
Some times words are not good enough to express your views, so I would say just excellent and so touchy.
A very touching song. Daughter is always treasure for the parents.
We are luckiest to have two daughters and particularly they are far away from us.
દીકરી તો બાપના દિલની ધડકન છે.
excellent website.
અવર્ણનિય- બાપની લાગણી આંસુ સાથે અનુભવવાની હોય છે, એટલે વર્ણન કરવું મુશ્કેલ બની રહે છે.
દિકરી કેટલી વ્હાલી હોય તે જાણવું હોય તો બાપની છાતી ઉપર કદીક માથું ટેકવી દિલમાંથી ઉદભવતો ધ્વનિ સાંભળજો. જવાબ મળી જશે. એનો મોંઢેથી જવાબ ના દેવાય. દિકરી તો કાળજાનો કટકો કહેવાય.
– નવનીત પરમાર
I am completely speechless…can say just one word…awesome…!!!
ભાવવાહી સ્વર !!!!!!!!!!!
દીકરી તો વ્હાલનો દરિયો જ હોય
ખુબ જ હૃદયદ્રાવક. આ ગીત સાંભળી પાંપણો ભીંજાઈ ગઈ.
– મહેન્દ્ર ભાવસાર
Tears filled my eyes. Even after 10 years of marriage of my daughter. the song touched my heart..Tears filled my eyes.
દીકરી તો વ્હાલનો જ દરિયો હોય. ભલે સમાજ અને સંસ્કારો તેને પારકું ધન કહેતા હોય પણ તેની લાગણી તો માબાપ માટે જ હોય છે.
હૃદયસ્પર્શી ગીત.
વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર
અમારા છોકરાઓને પપ્પા ખુબ યાદ આવે છે.. ખાસ જ્યારે રુતા અને ધવલના પપ્પા બહારગામ(વિદેશ) ગયા છે, તેઓ આ સાંભળી રડી પડ્યા! પપ્પા વિશેની લાગણીઓ ઝંકૃત કરતી રચના સરસ છે.
ભાવવાહી ગીત..
From where we can get those songs
અમારી લાગણીને વાચા આપતી કવિતા
ભાવભીનિ ગાયકી
In these days of shraddha, those who have lost their father will really remember him from the bottom of their heart. Excellent !! Keept it up.