Press "Enter" to skip to content

Tag: mukul choksi

પ્રિય પપ્પા … તમારા વગર


માતાના મહિમા વિશે કવિઓએ લખવામાં પાછું વાળીને જોયું નથી પરંતુ પિતા કે પપ્પા માટે કદાચ એટલું નથી લખાયું. પિતાના ચાલ્યા ગયા પછી પુત્રીને કેવી ખોટ અનુભવાતી હશે, પિતાનું દરિયા સમ વ્હાલ પામીને વ્હાલનો દરિયો બનેલ પુત્રી કેવો ખાલીપો અનુભવતી હશે, તે ભાવજગતની ઝાંખી કરાવતું આ ગીત અગણિત વાર સાંભળ્યું છે, પરંતુ દરેક વખતે પાંપણો ભીંજાય જાય છે.. પિતાપ્રેમને અભિવ્યક્ત કરતું આ સુંદર ગીત માણો એટલા જ હૃદયસ્પર્શી અને ઉર્મીશીલ સ્વરમાં.
*
સ્વર: નયના ભટ્ટ; સંગીત: મેહુલ સુરતી

*
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છે કે ગયા ઉમ્રભર

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

– મુકુલ ચોકસી

54 Comments