Archive for the 'ભજન' Category

આજની ઘડી રળિયામણી

Sunday, November 30th, 2008

જીવનમાં જ્યારે ઈશ્વર કે ઈશ્વરતુલ્ય સંતપુરુષોનું આગમન થાય છે ત્યારે તે ઘડી રળિયામણી બની જાય છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિને શબ્દનો આકાર આપી કહે છે કે એના દર્શન માટે તો તન મન અને ધન આપી દઈએ તો પણ કમ છે. પોતાનો આનંદ વ્યક્ત કરવા નરસિંહ મહેતા પારંપરિક સ્વાગતના રૂપકો પ્રયોજે છે. બે ભિન્ન [...]

બંધ બારણે ટકોરા

Thursday, November 13th, 2008

શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ [...]

વીજળીને ચમકારે

Wednesday, November 5th, 2008

વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે [...]

દિલમાં દીવો કરો

Tuesday, October 28th, 2008

આજે દીવાળી છે એથી સૌ વાચકોને શુભ દિપાવલી. ચૌદ વરસના વનવાસ પછી રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પધાર્યા તેથી સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા. એ પછી દીવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરિપાટી શરૂ થઈ. પણ આ ગીતમાં ભક્ત કવિ રણછોડ કહે છે કે સાચો દીવો ત્યારે થયો ગણાય જ્યારે દીલનું અંધારું મટી જાય, આત્માની ઓળખ થાય, [...]

મુખડાની માયા લાગી

Saturday, October 18th, 2008

મેડતાની ધરતી પર જન્મી, દાદા દુદાજી પાસે મોટી થઈ, કૃષ્ણભક્ત મીરાં ચિતોડના રાજ પરિવારમાં આવી. પણ પરણું તો પ્રિતમ પ્યારો .. કહી શ્રીકૃષ્ણ સાથે એણે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો. પતિએ આ ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો. પણ એથી તો મીરાંનો કૃષ્ણપ્રેમ છાપરે [...]