Archive for December, 2008

ઊંચી તલાવડીની કોર

Tuesday, December 16th, 2008

એક જમાનો હતો કે જ્યારે બહેનોને પાણી ભરવા તળાવ કે કૂવા પર જવું પડતું હતું. અને ત્યાં બહેનો વચ્ચે એક પ્રકારનું social interaction થતું હતું. હવે તો મોટાભાગના ગામડાઓમાં પાણીના નળ આવી ગયા છે અને પાણી ભરવા જવું પડે તે પણ કોઈને ગમે નહીં એવું થઈ ગયું છે. પણ ગ્રામીણ ભાતીગળને ઉજાગર કરતું અવિનાશભાઈનું આ [...]

રસ્તો કરી જવાના

Monday, December 15th, 2008

જેની ખુમારી વિશે એમની રચનાનો એક એક શેર પોકારતો હોય, એ કવિની વાત શું કરવી ? કાળને પણ જે છાતી ઠોકીને કહી શકે કે તું થાય તે કરી લે એવા અમૃત ઘાયલ સાહેબની એક દમદાર રચના આજે માણીએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના ! કોણે કહ્યું કે [...]

મળતા રહો તો ઘણું સારું

Sunday, December 14th, 2008

આજે એક સદાબહાર ગીત. સોલી કાપડીયાના સ્વરમાં. કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં ઉછળે છે સાગરના નીર મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધીર સાગરને તીર તમે [...]

અમે ધાર્યા નથી જાતાં

Saturday, December 13th, 2008

અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં; કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં. બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું, અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં. તમે તો એ રીતે પણ મોકળું મનને કરી લો છો, અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં. હઠીલા હોય છે એને કાં સમજાવે છે [...]

ચાલ ઊડી જઈએ

Friday, December 12th, 2008

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ … જ્યારે અસ્તિત્વ કે હોવાપણાનો આભાસ વ્યક્તિને ભારેખમ લાગવા માંડે ત્યારે ઊઠતા ભાવોને શબ્દોનું રૂપ આપવા પ્રયત્ન કર્યો છે. વધુ તો કૃતિ પોતે જ કહેશે. ચાલ, પંખી થૈ નભમાં ઊડી જઈએ, કે મીન થઈ જળમાં બૂડી જઈએ હોવાની વેદના કેમે સહેવાય નહીં, મૃગજળમાં ક્યાં લગી વ્હેતા જઈએ ? … [...]