“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ ઈશ્વરપરાયણ સંતપુરુષ હતા એથી એમને એવો વિચાર નહોતો સતાવતો પરંતુ મીરાંને એનું પરિણામ ભોગવવું ન પડે તે માટે તેમણે મીરાંને પાછા જવાની વિનતી કરી. એ ભાવોને અભિવ્યક્ત કરતું આ ખુબ સુંદર અને વારંવાર સાંભળવું ગમે તેવું ભજન આજે સાંભળીએ.
*
*
તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાં તમે પાછા ઘેર જાઓ.
હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાં તમે પાછા
મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ … મીરાં તમે પાછાં
મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાં તમે પાછાં
રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન … મીરાં તમે પાછાં
– સંત રોહિદાસ (સંત રૈદાસ)
ખુબ ખુબ ધન્યવાદ સંત રૈદાસના બીજા ભજન આપવા વિનંતી
ખૂબ સુંદર
મજા આવી.
મને આ ભજન ખુબ ગમ્યું. બીજા આવા ભજનની અપેક્ષા.
માણવાની મજા આવી. આભાર !
ખુબ સુન્દર પ્રસ્તુતિ…
સંત રોહિદાસની વધુ સુન્દર કાવ્યરચના પ્રસ્તુત કરવા વિનંતી…
આ ભજન મને ઘણા વર્ષોથી ગમે છે.
ગુલઝારે મીરાં પિક્ચર બનાવ્યું હતું, તેમાં મીરાં ,રૈદાસને મળે છે તે પ્રસંગ અદભુત રીતે રજુ કરેલ છે.
વાહ અદ્ભૂત ભજન ગાયકી