શિવમહિમ્ન સ્તોત્ર

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું (કોમેન્ટ લખવાનું) ચુકતા નહિ !

આ સ્તોત્રની રચના પાછળની કથા ખૂબ રસપ્રદ છે. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો અને દરરોજ સુંદર પુષ્પોથી મહાદેવની પૂજા કરતો. પરંતુ એક દિવસ પુષ્પદંત ગાંધર્વની નજર એ બગીચાના ફુલો પર પડી. આકર્ષક ફુલોથી મોહિત થઈને એણે એ ફુલો તોડી લીધા. જેથી ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછી આવું રોજ બનવા માંડ્યું. પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી જેથી ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ ફુલોની ચોરી કરનારને પકડવામાં અસમર્થ રહ્યો. આખરે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પંદત ફુલોને ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. બસ, પછી ભગવાન શંકરનો કોપ એના પર ઉતર્યો. એમાંથી મુક્ત થવા ને ભગવાન શંકરને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.

માણો પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં કંઠે ગવાયેલ શિવમહિમ્ન સ્તોત્ર સંસ્કૃતમાં, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, વારાફરતી જુઓ. આ સુંદર વિડીયોના સંકલન માટે આભાર – શ્રી નિતીશ જાની.

નોંધ – આશિત અને હેમા દેસાઈના કંઠે ગુજરાતીમાં શિવમહિમ્ન સ્તોત્ર સ્વર્ગારોહણ પર.

Part-1

Part-2

Part-3

COMMENTS (47)

Very nice singing rendered by Ramesh Oza. Very clear & melodious sanskrit pronouncition along with beautiful pictures of lord Shiva. Thanks for puting this on the 1st monday of month of Shravan.

Reply

શિવમહિમ્ન સ્તોત્ર વિશે ખુબજ સરસ જાણવા મલ્યું.
Trupti-Dilip

Reply

Really very good collection thanks for that. keep it up

Reply

All I can say is Thank You – This is very valuable to me and my family. I am in US, how can I purchase CD/Video for SHIV MAHIMNA ?

Reply

શ્રાવણ મહિનામા શિવમહિમ્નસ્તોત્ર મુકીને શિવભક્તોના અને ખુદ શિવજી (દક્ષેશ)ના ખુબખુબ આશિર્વાદ પામો એ જ પ્રાર્થના. ખરેખર ખુબજ સુન્દર છે. ધન્યવાદ.

Reply

Lord Shiva’s prayers in Sanskrit heard for the first time. It is very nicely done. Pronunciations are perfect and can read along. This is done on U-tube. Is there CD available?
Thank you for putting on the website.

Reply

મન ને શાંતિ મળે એવુ ઘણું જ સુન્દર અને સ્પષ્ટ શિવ મહિમ્ન સ્તોત્ર છે.

Reply

Excellent,
thank you for putting on web. It is blessing for all shiva bhakta.
One more thing that if anybody don’t know how to sing ? He can also sing.great job.
thanks from all shiva followers and all mankinds.
rajul’s pranam.

Reply

આ એક સુન્દર કામ કર્યુ, ભગવાનની ભક્તિ કરવાનો મને લાભ મળ્યો. હુ અહિં અમેરિકામા બેસી મહિમ્ન કરી શક્યો તેનો આનંદ થયો.

શિવ મહિમ્ન સ્ત્રોત્ર આખુ એક જ લીંક માં સાંભળવા અને સાથે સાથે તેના શબ્દો માણવા માટે અહી ક્લીક કરો…

http://bhaviraju.wordpress.com/2007/09/03/shiv-mahimn-stotra/

તારામાં અને મારામાં એજ તો ફરક છે ઓ પ્રિયતમ ! કે તું જ્યારે પાસે હોય છે ત્યારે હું ફક્ત તારી પાસે જ હોઊં છું. ને જ્યારે હું તને મારી પાસે રાખું છું ત્યારે તું અનેક મંદિરોમાં પુજાતો હોય છે !
જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

Reply

Very nice .thank lots.

Reply

આજે શિવ મહિમ્ન સ્ત્રોત્ર મુકીને અહિં અમને ખુબજ સરસ લાગયુ.ભગવાનની ભક્તિ કરવાનો મને લાભ મળ્યો મન ને શાંતિ નો અનુભવ થયો.ધન્યવાદ.

Reply

પવિત્ર શ્રાવણ મહિનો અને આ સ્ત્રોત્ર….ઔમ નમહ શિવાય્…

1 2 3 4

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.