Press "Enter" to skip to content

જિંદગી

ગર્ભમાં નાતો કરે છે જિંદગી,
મ્હેંકમાં વાતો કરે છે જિંદગી.

મૌનના અંધારની વચ્ચે જઈ,
શબ્દને ગાતો કરે છે જિંદગી.

વાંઝણી આંખોમહીં સપનાં જણી,
રેશમી રાતો કરે છે જિંદગી.

શક્યતાનાં બારણાં ખોલી સતત,
કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
અવનવી ભાતો કરે છે જિંદગી.

એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
અંત પડઘાતો કરે છે જિંદગી.

શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
રોજ શરૂઆતો કરે છે જિંદગી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Comments

  1. Ashok Vaghela
    Ashok Vaghela June 15, 2011

    ખુબ જ સરસ ગઝલ.
    શક્યતાનાં બારણાં ખોલી સતત,
    કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

    ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
    અવનવી ભાતો કરે છે જિંદગી.

    એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
    અંત પડઘાતો કરે છે જિંદગી

    જિંદગી વિશે હકારાત્મક અભિગમ દર્શાવતી સુંદર ગઝલ.

  2. Paru Krishnakant
    Paru Krishnakant June 3, 2011

    ખુબ્જ સરસ ગઝલ…
    શક્યતાનાં બારણાં ખોલી સતત,
    કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

    શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
    રોજ શરૂઆતો કરે છે જિંદગી…… અતિ સુંદર.

  3. Dinkar Bhatt
    Dinkar Bhatt June 2, 2011

    તમારી એકે એક રચના માણવા લાયક હોય છે.

  4. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' May 30, 2011

    ૨૪મી એ દીકરીને ત્યાં કેનેડા આવ્યો અને સેટલ થઇ ઘણા વખતે મેઈલ બોક્ષ ખોલ્યું એટલે પ્રતિભાવ વિલંબિત થયો.
    સર્વાંગ સુંદર ગઝલ, દરેક શે’ર ચોટદાર થયાં છે. આ વધુ અસરકારક લાગ્યાં…

    શક્યતાનાં બારણાં ખોલી સતત,
    કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

    ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
    અવનવી ભાતો કરે છે જિંદગી.

    શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
    રોજ શરૂઆતો કરે છે જિંદગી.

  5. Vinoo
    Vinoo May 30, 2011

    ઈશ્વરનું પ્રેમરૂપી પીંછુ જરૂર તમારા દિલમાં આવે છે… અદેખાઈ થાય છે મને તમારી કારણ જો કોહીનુર હીરાને વાચા આવે ને તો તમારા દિલમાં રહેવા આવવાની પહેલા માંગણી કરે. તમારો ફોન નંબર આપશો મને ? તમારી સાથે વાતો કરવી છે….
    – વિનુ સચાણીયા..

  6. Sudhir Patel
    Sudhir Patel May 30, 2011

    વાહ! દરેક શે’ર જાનદાર અને માણવાલાયક થયાં છે!!
    અભિનંદન, દક્ષેશભાઈ!
    સુધીર પટેલ.

  7. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar May 28, 2011

    આજે છે ને કાલે નથી; તોય રોજની શરુઆત કરે છે જિદગી…..

  8. Chetna Bhojani
    Chetna Bhojani May 28, 2011

    સરસ ગઝલ.

  9. Ramesh Patel
    Ramesh Patel May 28, 2011

    એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
    અંત પડઘાતો કરે છે જિંદગી.

    શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
    રોજ શરૂઆતો કરે છે જિંદગી.

    – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

    એક ભાવ જગતને આબેહૂબ રીતે સુંદર ગઝલથી ગાયું છે. આપના લેખન કૌશલ્યને ધન્યવાદ.
    – રમેશ પટેલ(આકાશદીપ)

  10. Manvant Patel
    Manvant Patel May 27, 2011

    વાહ બાપુ ! ઘણી ખમ્મા બાપુને !

  11. Himanshu Patel
    Himanshu Patel May 27, 2011

    જિંદગીના ભિન્ન મિજાજને એની લાક્ષણિકતા સાથે રજુ કરતી સુંદર ગઝલ.
    ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
    અવનવી ભાતો કરે છે જિંદગી.

  12. P Shah
    P Shah May 26, 2011

    રોજ શરૂઆતો કરે છે જિંદગી…
    સરસ ગઝલ ! બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

    કીર્તિકાન્તભાઈની વાત વિચારવા જેવી ખરી.

  13. Kirtikant Purohit
    Kirtikant Purohit May 26, 2011

    સુંદર માણવાલાયક ગઝલ.
    શ્રી. દક્ષેશભાઇ,
    ‘મૌનના અંધારની વચ્ચે જઈ’ માં
    મૌનના અવકાશની વચ્ચે જઈ ….. કરો તો?
    આમ તો કવિના ભાવપ્રદેશમાં ચંચુપાત કરાય નહિ પણ મિત્રદાવે જરા સુચન જ કરું છું. … દરગુજર કરશો.

  14. Pancham Shukla
    Pancham Shukla May 26, 2011

    સરસ ગઝલ.

    મૌનના અંધારની વચ્ચે જઈ,
    શબ્દને ગાતો કરે છે જિંદગી.

  15. Narendra jagtap
    Narendra jagtap May 26, 2011

    શક્યતાનાં બારણાં ખોલી સતત,
    કૈંક રજૂઆતો કરે છે જિંદગી……..
    ખુબ જ સરસ ગઝલ. વાહ વાહ …

  16. Chetu
    Chetu May 26, 2011

    મૌનના અંધારની વચ્ચે જઈ,
    શબ્દને ગાતો કરે છે જિંદગી.

    સુન્દર …

  17. જિંદગી વિશે હકારાત્મક અભિગમ દર્શાવતી સુંદર ગઝલ..

  18. Pragnaju
    Pragnaju May 26, 2011

    ખૂબ સ રસ ગઝલના આ શેરો
    મૌનના અંધારની વચ્ચે જઈ,
    શબ્દને ગાતો કરે છે જિંદગી.

    વાંઝણી આંખોમહીં સપનાં જણી,
    રેશમી રાતો કરે છે જિંદગી.
    વાહ્

  19. Manhar Mody
    Manhar Mody May 25, 2011

    આખ્ખે આખ્ખી ગઝલ માણવા લાયક. શબ્દો અને ભાવ-વિચારોનો સુભગ સંગમ.
    મક્તાનો શેર તો લાજવાબ.

    શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
    રોજ શરૂઆતો કરે છે જિંદગી.

    વાહ્ વાહ્..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.