વીરની તલવાર એના મ્યાનથી પરખાય છે,
સિદ્ધની સાચી અવસ્થા ધ્યાનથી પરખાય છે.
કાળજી, પરહેજ, સ્લાહો ને તબીબોની દવા,
અંતમાં દર્દીની તબિયત ભાનથી પરખાય છે.
વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.
સખ્ત મહેનતની મહત્તા આજ પણ ઓછી નથી,
આદમી છોને મળ્યા સન્માનથી પરખાય છે.
એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જીદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે.
આ બહર ને છંદ શીખવાના ઉધામા છોડ તું,
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જીદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે..
વાહ વાહ દક્ષેશભાઇ આ શેર તો લાજવાબ છે …
બધા જ શેર ગમી જાય એવા છે.
આ બહર ને છંદ શીખવાના ઉધામા છોડ તું,
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે.
આખરી શેરમાં એક કવિ/સર્જકનું બોધીજ્ઞાન ઝળકે છે.
સુંદર રચના…
વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.
દક્ષેશભાઈ, ખુબ જ સુન્દર ગઝલ..બધા જ શેર આસ્વાધ્ય મેસેજ આપે છે..
સરસ દક્ષેશભાઇ.
પરખાય છે રદીફને સુંદર અને સુરુચિપૂર્ણ રીતે નિભાવ્યો છે. અનુરૂપ કાફિયા પણ સુપેરે પ્રયોજ્યા છે.
એક્વાર તો ચોક્કસ વાંચવી ગમે. છેલ્લો શેર બધાંની જેમ મને પણ ગમ્યો છે.
વરસો વિત્યા તને પારખવામાં ….હતી મારી ભુલ એ હવે પરખાય છે ……
સરસ ગઝલ દક્ષેશભાઈ…
બહુ જ ગમી,
અભિનંદન.
એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જીદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે.
આ બહર ને છંદ શીખવાના ઉધામા છોડ તું,
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે.
વાહ , ક્યા બાત હૈ..!! દક્ષેશભાઇ..! બધા શે’ર સુંદર થયાં છે પણ ઉપરના ખરેખર લાજવાબ છે.
સરસ !
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે…..આ વાત ગમી.
સુંદર
વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.
વધુ ગમી આ પંક્તીઓ