આજે સાંભળો એક કેફ ચઢી જાય એવી ગઝલ. શોભિત દેસાઈની રચનાને પંકજ ઉધાસે સ્વર આપીને વધુ કૈફી બનાવી છે. આ સુંદર રોમેન્ટીક ગઝલમાં એક નાજુક અને સુંદર મુલાકાતને વણી લેવાઈ છે. ગઝલ પહેલાંનું મુક્તક ખૂબ સુંદર, ગઝલ સુંદર અને પંકજ ઉધાસનો મદહોશ કરે તેવો સ્વર. પછી બીજું શું કહેવાનું હોય ? એને તો બસ વારંવાર માણવાનું હોય. ખરું ને ?
*
સ્વર – પંકજ ઉધાસ
*
બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
*
રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી
આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી
મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂર ના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.
– શોભિત દેસાઈ
મારે આ ગઝલ એમ.પી. ૩ ફોર્મેટમાં જોઈએ છે. જો કોઈ મિત્ર મદદ કરી શકે તો આભારી થઈશ.
દિવાળીમાં તમોએ સ્વીટ મોકલાવી હોય તેમ લાગે છે. જુદાઇની વેદના આવી હોય તો એવી જુદાઈનો ગમ નથી. તમે ગઝલનો બહુ કેફ ચડાવો નહીં ! ગુજરાતમાં કેફી પીણાની મનાઈ છે !!!
This is my most favorite gazal. thanks for updet this gazal.
Just Love This !!!!!!!!!!!!!!!!!
after a long time I hear Pankaj Udhas singing.
Heard him years back in Ahmedabad at Sports club in his early days also at Rajpath club..
The same charming,enchanting melodious voice now of course he is a celebrity singer..
Thanks
Upendra
જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂર ના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.
દિવાળીમાં તમોએ સ્વીટ મોકલાવી હોય તેમ લાગે છે. જુદાઇની વેદના આવી હોય તો એવી જુદાઈનો ગમ નથી. તમે ગઝલનો બહુ કેફ ચડાવો નહીં ! ગુજરાતમાં કેફી પીણાની મનાઈ છે !!!
ખૂબ જ સુંદર ગઝલ. ખરેખર કેફ ચડી ગયો.
પંકજના સ્વરમાં મુક્તક અને ગઝલની ખૂબ સુંદર ગાયકી
શોભીત પણ ખૂબ રોમાન્ટિક રહ્યો!