ચાંદ બનીને નીકળું છું

(Painting: Amita Bhakta) રૂપજીવિનીની વ્યથાકથા ભર બપ્પોરે તડકો ઓઢી ચાંદ બનીને નીકળું છું, ભીતરમાં કોલાહલ પણ સૂમસામ બનીને નીકળું છું. સાકી, મદિરા કે મયખાનું ? નામ નથી કોઈ મારું, પ્યાસા તન-મન માટે કેવળ જામ બનીને નીકળું છું. यत्र नार्यस्तु पूज्यन्ते-ની વાત કરી જે ધરતીએ, એ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું. યુગ બદલાતાં […]

read more

એ લૂંટાય છે

પ્રશ્ન પણ ક્યારેક તો મૂંઝાય છે, કેમ? એને ક્યાં કદી પૂછાય છે. શક્યતા વાવી શકાવી જોઈએ, બીજથી કૈં એમ ક્યાં ફૂટાય છે. લાગણીભીનો બને જો માનવી, તો જ આંસુ કોઈના લૂછાય છે. દોસ્તી વૈભવ ગણું છું કેમકે, હોય જેની પાસ એ લૂંટાય છે. યાદનાં પંખી ઊડે છે ડાળથી, કિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે. કલ્પનાવૈભવ વિહોણી […]

read more

તાશ મળવા જોઈએ

કાગ ને કોકિલ તણાં સૂર-પ્રાસ મળવા જોઈએ, પ્રેમમાં ધરતી અને આકાશ મળવા જોઈએ. શાંત વહેતી હો સરિતા કે ઉછળતો અબ્ધિ, પણ પ્રેમજળનાં ક્યાંક તો આભાસ મળવા જોઈએ. પ્રેમનો ઉન્માદ ખળખળ નીર થઈ વ્યાપે રગે, દેહખેતરમાં જરૂરી ચાસ મળવા જોઈએ. પ્રેમના અદભુત શિખર પર થાય આરોહણ પછી, બે પ્રવાસીઓના શ્વાસોશ્વાસ મળવા જોઈએ. દોસ્ત, ગ્રહ-નક્ષત્ર ને સહુ […]

read more

કવિની વેદના

(તસવીર – રોહતાંગ પાસ જતાં, હિમાચલ પ્રદેશ, 2010) સૌ વાચકોને સ્વાતંત્ર્યદિન મુબારક હો… જયહિન્દ. ભર બપોરે ચાંદની કરવી પડે, મૃગજળોમાં વાવણી કરવી પડે. કોઈના દુઃખદર્દ છાનાં રાખવા, જાત સામે આંગળી કરવી પડે. આદમીના રૂપમાં પત્થર મળે, ભીંત પાસે માંગણી કરવી પડે. દૂધના નામે વહે છે રક્ત જ્યાં, ત્યાં જ ગાયો ધાવણી કરવી પડે. શ્રાપ નીકળે […]

read more

શમણાં વસંતનાં

આંખો હજુ જણે છે, સપનાં વસંતનાં, પાંપણ ઉપર લગાવો, પડદાં વસંતનાં. થર્ થર્ ઠરી રહ્યાં છે મુજ લાગણીનાં વૃક્ષો, આવો હવે થઈને, તડકાં વસંતના. આ કેસૂડાંની લાલી, ગુલમ્હોરની ગુલાલી, પૂછો નથી થયાં ક્યાં, પગલાં વસંતનાં. ઓ પાનખર, ઉદાસી સમજી શકાય તારી, ચારે તરફ થયાં છે ભડકાં વસંતનાં. આંબાના મ્હોરને તું કોયલ થઈ પૂછી જો, દાવાનળો […]

read more

ઝાંખ ના લાગે કદી

(Painting: Amita Bhakta) ઝંખનાને ઝાંખ ના લાગે કદી, દોસ્તીને કાટ ના લાગે કદી. પાંપણો પહેરો ભરે આઠે પ્રહર, આંસુઓને ધાક ના લાગે કદી. લાગણી અવસાન પામે રોજ અહીં, એ બળે, પણ રાખ ના લાગે કદી. લોક તો વાતો કરે, ચાલી ગયા, એ ગયા છે ક્યાંક, ના લાગે કદી. એક દિ એનું મિલન નક્કી થશે, પણ […]

read more
United Kingdom gambling site click here