પ્રશ્ન પણ ક્યારેક તો મૂંઝાય છે,
કેમ? એને ક્યાં કદી પૂછાય છે.
શક્યતા વાવી શકાવી જોઈએ,
બીજથી કૈં એમ ક્યાં ફૂટાય છે.
લાગણીભીનો બને જો માનવી,
તો જ આંસુ કોઈના લૂછાય છે.
દોસ્તી વૈભવ ગણું છું કેમકે,
હોય જેની પાસ એ લૂંટાય છે.
યાદનાં પંખી ઊડે છે ડાળથી,
કિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે.
કલ્પનાવૈભવ વિહોણી આંખમાં,
સ્વપ્ન આવીને અતિ મૂંઝાય છે.
નામ ‘ચાતક’ કોઈપણ રાખી શકે,
પણ પ્રતીક્ષાથી કદી છૂટાય છે ?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
નામ ‘ચાતક’ કોઈપણ રાખી શકે,
પણ પ્રતીક્ષાથી કદી છૂટાય છે ?
વાહ…ખૂબ સરસ
વાહ વાહ ખુબ જ ગમી આ રચના.
દોસ્તી વૈભવ ગણું છું કેમકે,
હોય જેની પાસ એ લૂંટાય છે.
યાદનાં પંખી ઊડે છે ડાળથી,
કિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે.
આ બે ઉલ્લેખનીય શે’ર સહિતની આખી ગઝલ સુંદર..
વારંવાર વાંચવી ગમે તેવી……..
યાદનાં પંખી ઊડે છે ડાળથી,
કિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે.
સ્પર્શી ગયું અભિવ્યક્તિથી અને ઇમેજથી…
વાહ દક્ષેશભાઇ,
સરસ,ટકોરાબંધ ગઝલ.
એમાંય,
બીજથી કૈં એમ ક્યાં ફૂટાય છે ?
અને
હોય જેની પાસ એ લૂંટાય છે.
આ બન્ને વાત બહુજ ગમી મિત્ર!
જય હો…!
સરસ ગઝલ…
સરસ ગઝલ.
યાદનાં પંખી ઊડે છે ડાળથી,
કિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે.
યાદનાં પંખી ઊડે છે ડાળથી,
કિન્તુ ટહુકાઓ સતત ઘૂંટાય છે…
સુંદર ગઝલનો સુંદર શે’ર !
મત્લા સહિત આખી ગઝલ સુંદર. અભિનન્દન.
કલ્પનાવૈભવ વિહોણી આંખમાં,
સ્વપ્ન આવીને અતિ મૂંઝાય છે.
વાહ.. મત્લા થોડો નબળો પડે છે પરન્તુ બાકી ગઝલ મસ્ત બની છે.
આપણે હંમેશા બ્લોગને સાત્વિક ચર્ચાચોરો બનાવીએ. સૌને મદદ થશે અને રચનાઓ આપણી સુધારીને નિખરશે.
કીર્તિકાન્તભાઈ,
મારી રચનાઓ વિશે કોઈપણ સૂચનો હમેશાં આવકાર્ય છે … એમાંય આપ જેવા અનુભવીઓની ટકોર ઘણું બધું શીખવાડે અને વધુ સારી રચનાઓની પ્રેરણા આપે છે. આભાર.
લાગણીભીનો બને જો માનવી,
તો જ આંસુ કોઈના લૂછાય છે.
સાવ સાચ્ચી વાત,દક્ષેશભાઈ. બહુ સરસ ગઝલ.
શક્યતા વાવી શકાવી જોઈએ,
બીજથી કૈં એમ ક્યાં ફૂટાય છે.
વાહ દક્ષેશભાઈ, સુંદર ગઝલ લઈ આવ્યા..
લાગણીભીનો બને જો માનવી,
તો જ આંસુ કોઈના લૂછાય છે.
દોસ્તી વૈભવ ગણું છું કેમકે,
હોય જેની પાસ એ લૂંટાય છે.
વાહ વાહ દક્ષેશભાઇ…. જાણે યુવરાજે મારેલી દરેક બોલે સિક્ષર….. સેલ્યુટ દોસ્ત …. સ્ટેંડીંગ ઓબેશન આપુ છુ ……સ્વિકારજો……
You have amazing knack of putting words together which of course, is an attribute of a good poet. ખુબ સુંદર રચના.