(Painting: Amita Bhakta)
રૂપજીવિનીની વ્યથાકથા
ભર બપ્પોરે તડકો ઓઢી ચાંદ બનીને નીકળું છું,
ભીતરમાં કોલાહલ પણ સૂમસામ બનીને નીકળું છું.
સાકી, મદિરા કે મયખાનું ? નામ નથી કોઈ મારું,
પ્યાસા તન-મન માટે કેવળ જામ બનીને નીકળું છું.
यत्र नार्यस्तु पूज्यन्ते-ની વાત કરી જે ધરતીએ,
એ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું.
યુગ બદલાતાં સૌ બદલાયું, એ જ રહ્યો વૃત્તિ-વ્યાપાર,
વર્તમાનકાળે પણ વીતી કાલ બનીને નીકળું છું.
‘ચાતક’ નજરે લોક નિહાળે સઘળી મારી લીલાઓ,
હું પણ તેઓ જેમ કદી તો આમ બનીને નીકળું છું !
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
It is not that often you come upon a poem on this subject matter, wonderful weaving of words and phrases. I wonder what inspired the poem.
I have enjoyed seeing it with my painting, never saw this painting in light of this subject matter!!! For me it is amazing to see the different interpretation of my work; which inspired you to place this particular painting with this poem of yours. I love it, hope to see more complementary associations of my work with yours.
Thank you again for posting the images of my work, it is truly an honor.
@ અશોકભાઈ, પ્રતિભાવ બદલ આભાર. છંદ રચનામાં ક્યાં કમી લાગી તે જણાવશો તો આભાર.
વિષય આમ તો ગહન લીધો છે….અને પક્કડ પણ સારી એવી જમાવી છે… અભિનંદન
નગરવધૂની મનોવેદના સુંદર રીતે આલેખાઇ છે,
કેટલાંક શે’ર તો એકદમ લાજવાબ થયાં છે…
સાકી, મદિરા કે મયખાનું ? નામ નથી કોઈ મારું,
પ્યાસા તન-મન માટે કેવળ જામ બનીને નીકળું છું.. વાહ…!!!!!
હંમેશા ચુસ્ત છંદ રચના આપનાર ‘ચાતક’ના છંદ ક્યાંક કથળેલા લાગ્યા, કેમ ??
થોડાક પ્રયાસ કરશો તો આવી જશે…
વિષયના હાર્દને વળગી અર્થસભર કવિકર્મ…
ભીતરમાં કોલાહલ પણ સૂમસામ બનીને નીકળું છું…
સુંદર અભિવ્યક્તિ !
ભર બપ્પોરે તડકો ઓઢી ચાંદ બનીને નીકળું છું……..
સ્ત્રી હોવાની અને જીવની હોવાની વિષમતા, તડકો-અસહ્યતા – અને ચાંદ-ઠરેલપણુ- આ બે aspectમાં માર્મિક રીતે વ્યક્ત થાય છે અને પછી ગઝલની સમગ્રતામાં વિસ્તરે છે.
સરસ–સફળ પ્રયત્ન.
અભિવ્યક્તિવાળી સરસ ગઝલ.
यत्र नार्यस्तु पूज्यन्ते-ની વાત કરી જે ધરતીએ,
એ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું.
તન વેચવા કરતાં પણ વ્યભિચાર નીમ્ન જ છે. તે પછી વિચારનો, વૃત્તિનો, આચારનો, પદ પર રહી કરાતા ભ્રષ્ટાચારનો..
અદભૂત ગઝલ . રૂપજીવીની વ્યથા કહી જાય છે અને અનુભવાય છે..
હશે મજબૂર ઠંડીમાં ઉભી છે વેચવા તનને
રડે હૈયુ કવિનું દૃશ્ય આવું આજ નિરખીને…
ચાતક’ નજરે લોક નિહાળે સઘળી મારી લીલાઓ,
હું પણ તેઓ જેમ કદી તો આમ બનીને નીકળું છું !
વાહ્.. સરસ વિષય અને સુંદર રજુઆત.
સુમસામ–જામ —અપમાન—-કાલ… છેલ્લે આમ બનીને નીકળું છું. પ્રાસ સરસ જાળવી સુંદર ન્યાય આપ્યો..
સરસ ગઝલ.
यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवा:।
यानी जहाँ स्त्रियों की पूजा होती है, वहा देवता निवास करते हैं। मगर देवताओं के घरों, यानी मंदिरों में ही नारियों का कोई सम्मान नहीं।
यत्र नार्यस्तु पूज्यन्ते-ની વાત કરી જે ધરતીએ,
એ જ ધરા પર સદીઓથી અપમાન બનીને નીકળું છું.
ખૂબ સરસ…