આંખો હજુ જણે છે, સપનાં વસંતનાં,
પાંપણ ઉપર લગાવો, પડદાં વસંતનાં.
થર્ થર્ ઠરી રહ્યાં છે મુજ લાગણીનાં વૃક્ષો,
આવો હવે થઈને, તડકાં વસંતના.
આ કેસૂડાંની લાલી, ગુલમ્હોરની ગુલાલી,
પૂછો નથી થયાં ક્યાં, પગલાં વસંતનાં.
ઓ પાનખર, ઉદાસી સમજી શકાય તારી,
ચારે તરફ થયાં છે ભડકાં વસંતનાં.
આંબાના મ્હોરને તું કોયલ થઈ પૂછી જો,
દાવાનળો થશે શું, તણખાં વસંતનાં ?
‘ચાતક’ થવાનું ટાણું આવી ગયું વિરાગી,
અંગાગમાં ફૂટે જો, શમણાં વસંતનાં.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પ્રિય મીતિક્ષા મને કોઈ હાસ્ય વેબ સાઇટ જણાવશો
‘ચાતક’ થવાનું ટાણું આવી ગયું વિરાગી,
અંગાગમાં ફૂટે જો, શમણાં વસંતનાં.
દક્ષેશભાઈ, સુન્દર ગઝલ. આપના જન્મદિનના અભિનંદન..
ખૂબ સુંદર ગઝલ સાથે મનોજ ખંડેરિયાની યાદ આવી ગઈ!
સુધીર પટેલ.
ગાગા લગા લગાગા ગાગા લગા લગાગા અને
ગાગા લગા લગાગા ગાગા લગા લગા
ના સંયોજનમાં વસંતને ચિત્રિત કરતી સરસ ગઝલ.
આજે બારમી ઓગસ્ટ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારા જીવનમા પણ સર્વપ્રકારે વસન્ત ખીલી ઊઠે એવી પ્રભુ પ્રાર્થના.
વસઁતને ખરી વધાવી. બધા કાફિયા નિભાવ્યા પણ મત્લા બહુ સ્પષ્ટ જામતો નથી. મક્તા લાજવાબ.
વાહ વાહ …..વસંત લાવી ભાઇ…. સરસ ગઝલ
સરસ ગઝલ. અભિનન્દન.
– ધૃતિ મોદી-કિશોર મોદી
સુંદર પગલાં વસંતના !
અભિનંદન !
પ્રક્રુતિ સાથે સુંદર સામંજસ્ય સાધીને રદીફ ‘વસંતના’ સાથે કાફીયા સરસ રીતે સંયોજાયા છે.
વર્ષા ઋતુમાં વાસંતી લહેર ગમી…
આ વિશેષ, આંતરલય વધુ ગમ્યો….
આ કેસૂડાંની લાલી, ગુલમ્હોરની ગુલાલી,
પૂછો નથી થયાં ક્યાં, પગલાં વસંતનાં.
વસંતની બળતરા કે અપેક્ષા-એના ભડકાથી અને શમણાથી-ખૂબ મન હરી ગઈ,ગઝલ -ગીત તો નથી તે.
ગીત સરસ છે. આભાર !