(તસવીર – રોહતાંગ પાસ જતાં, હિમાચલ પ્રદેશ, 2010)
સૌ વાચકોને સ્વાતંત્ર્યદિન મુબારક હો… જયહિન્દ.
ભર બપોરે ચાંદની કરવી પડે,
મૃગજળોમાં વાવણી કરવી પડે.
કોઈના દુઃખદર્દ છાનાં રાખવા,
જાત સામે આંગળી કરવી પડે.
આદમીના રૂપમાં પત્થર મળે,
ભીંત પાસે માંગણી કરવી પડે.
દૂધના નામે વહે છે રક્ત જ્યાં,
ત્યાં જ ગાયો ધાવણી કરવી પડે.
શ્રાપ નીકળે જેમના કરતૂત પર,
ત્યાં દુઆઓ, સાંભળી કરવી પડે.
લૈ બટ્કણાં શ્વાસનાં બે દોરડાં,
યુગયુગોની બાંધણી કરવી પડે.
એ જ છે ‘ચાતક’ કવિની વેદના,
સાવ અમથી લાગણી કરવી પડે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
એ જ છે ‘ચાતક’ કવિની વેદના,
સાવ અમથી લાગણી કરવી પડે
કાવ્યની અને કવિની વેદનાનું સોનેરી સત્ય છે આ શેર, આબાદ પકડ્યું છે.
આદમીના રૂપમાં પત્થર મળે,
ભીંત પાસે માંગણી કરવી પડે.
ખુબ સુંદર.. મજબૂરી શું શું ન કરાવે..?!! આખી ગઝલ માણવા લાયક
એ જ છે ‘ચાતક’ કવિની વેદના,
સાવ અમથી લાગણી કરવી પડે.
ખુબ જ સુંદર ગઝલ અને મક્તા પણ..
જાત સામે આંગળી કરવી પડે…
સુંદર વાત ! બધા જ શેર સરસ થયા છે.
મક્તાનો શેર તો લાજવાબ થયો છે. અને
તેને લીધે આખી ગઝલ માણવા લાયક થઈ છે.
એ જ છે ‘ચાતક’ કવિની વેદના,
સાવ અમથી લાગણી કરવી પડે.
વાહ.
સુંદર ગઝલ.
પહેલી બે લીટીંમાં જ, વાહ! કહી દીધું. બહુ સરસ.
સરયૂ પરીખ
સાવ અમથી લાગણી કરવી પડે ! તો કર્યા જ કરવાની.
સરસ ગઝલ બની છે દક્ષેશભાઈ….
એક નમ્ર સૂચનઃ
બટકણાં અહીં બટ ક ણાં ગણીને ગાલગા લેવાયું છે પણ બ ટક ણાં – એમ લગાગા થશે
મારી દ્રષ્ટીએ, લૈ બટકણાં શ્વાસનાં બે દોરડા-એમ કરીએ તો વધુ યોગ્ય ગણાશે. વિચારી જોજો.
સુંદર ગઝલ બદલ અભિનંદન.
મહેશભાઈ,
આપનું સુચન સર-આંખો પર. સુધારો કરી લીધો છે. એમ કરવાથી ક્લિષ્ટતા પણ દૂર થઈ. પઠન કરતાં મને પણ ખટકતું હતું. સૂચન અને પ્રતિભાવ બદલ આભાર.
સાદ્યાન્ત સુંદર ગઝલ.
ખૂબ સુંદર ગઝલ !
સુધીર પટેલ.
અશક્યતાઓમાં શ્ક્ય શોધે અને દુઃખી થાય તે કવિ. સરસ રચના.
કોઈના દુઃખદર્દ છાનાં રાખવા,
જાત સામે આંગળી કરવી પડે…
સરસ ગઝલ બધા જ શેર માણવા લાયક….