શમણાં જેવું લાગે છે

(Painting by Donald Zolan)

આંખો ખોલી નાખી તોયે શમણાં જેવું લાગે છે,
મનને પૂછ્યું, તો કહે છે કે ઘટના જેવું લાગે છે.

બહુ વિચાર્યું, કોને મળતો આવે છે ચ્હેરો એનો,
ઈશ્વરની બહુ વખણાયેલી રચના જેવું લાગે છે.

પત્થરને પાણી સ્પર્શે ત્યારે થાતાં ગલગલિયાં સમ,
એને જોતાં મનના ખૂણે ઇચ્છા જેવું લાગે છે.

ધોમધખ્યા સહરાના રણમાં હું મધ્યાહ્નની વેળા સમ,
એનું હોવું ખળખળ વ્હેતાં ઝરણાં જેવું લાગે છે.

મારા ઘરની બારીમાંથી એને દીઠા’તાં હસતાં,
વાત હશે વર્ષો જૂની પણ હમણાં જેવું લાગે છે.

એના વિનાના જીવનને, ‘ચાતક’ જીવન શું કહેવું,
ઝાકળજળ ઊડી ગયેલા કોઈ તરણાં જેવું લાગે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (13)
Reply

ખુબ જ સરસ રચના છે. ખુબ જ સુંદર… કદાચ કહેવા માટે શબ્દો નથી..

Reply

વાહ ગઝલ વાહ

Reply

પથ્થરને પાણી સ્પર્શે ત્યારે થાતાં ગલગલિયાં સમ,
એને જોતાં મનના ખૂણે ઇચ્છા જેવું લાગે છે.
સંવેદનાની કોમળતા નવી જ રીતે ઉજાગર થઇ છે.
ખૂબ સરસ.

  Thank you Kishorbhai for your continued encouragement !

Reply

DEAR DAXESH BHAI.
VERY NICE……
મારા ઘરની બારીમાંથી એને દીઠાં’તાં હસતાં,
વાત હશે વર્ષો જૂની પણ હમણાં જેવું લાગે છે.
..
યાર, તમે તો અમારી દૂખતી નસને દબાવી .. ફરીથી કોલેજની યાદ અપાવી..!!!!

  કવિતાનું કામ જ ભાવકને સ્થળ અને કાળથી પર અલગ દુનિયામાં લઈ જવાનું છે … આ વાંચીને તમને ભૂતકાળની (મધુર!?) સ્મૃતિ થઈ તો લખેલું વસૂલ ..

Reply

વાહ દક્ષેશભાઇ,
મસ્ત લયબદ્ધ ગઝલ..આપના આ હમણાં જેવું લાગે છે-શેર
પરથી, મારી વેબસાઇટ પર શબ્દસ્વરમાં મારા અવાજમાં
પ્રસ્તુત એક ગઝલ,
તમે આવો પછી તમને કરૂં હું વાત શમણાંની
ઘણા વરસો જૂની છે પણ, ગણું હું વાત હમણાંની…
યાદ આવી ગઇ..!
આભાર અને અભિનંદન મિત્ર!

  તમે આવો પછી તમને કરૂં હું વાત શમણાંની
  ઘણા વરસો જૂની છે પણ, ગણું હું વાત હમણાંની.
  વાહ મહેશભાઈ, આપણું ભાવજગત એક જ છે … ખરું ને ?
  Thank you for sharing.
  🙂

Reply

saras rachna.

Reply

આ બહેરમાં લખવાની મજા આવે જ… મજાની પ્રવાહી ગઝલ

  હા અશોકભાઈ, ખરી વાત છે. આ બહેરમાં લખવાની સાથે સાથે વાંચવાની પણ મજા આવે .. 🙂

Reply

Ek Ek sher Aafreen… Wahhh

Mast Gazal… Daxeshbhai

  Thank you dear !

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.