સૌ મિત્રોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.
* * *
દેશ પ્રમાણે વેશ કબીરા,
નહીંતર વાગે ઠેસ કબીરા.
શ્વાસો નહીં, પણ સપનાં હાંફે,
જીવતર એવી રેસ કબીરા.
બાળકની આંખોમાં આંસુ,
ને સ્મિતનો ગણવેશ કબીરા.
આંખોને નજર્યું ના લાગે,
આંજો ટપકું મેશ કબીરા.
સાત સમંદર જેવી યાદો,
પિયૂ છે પરદેશ કબીરા.
ગાંધીએ કાંતીને આપ્યો,
ચરખા ઉપર દેશ કબીરા.
પ્રેમ વિનાનું જીવન, જાણે
શ્વાસોની ઉઠબેસ કબીરા.
અલગારી જીવડો છે ‘ચાતક’,
નામ ધર્યું દક્ષેશ કબીરા,
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
અભિવ્યક્તિસભર રચના. મક્તા ખૂબ ગમ્યો. દિલી અભિનંદન.
Thank you Kishorbhai !
ટૂંકી બહેરમાં સુંદર ગઝલ… દરેક શે’ર વાગોળવા જેવા
અશોકભાઈ, તમને ગઝલ ગમી એનો આનંદ છે.
🙂