મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
*
સ્વર – નિશા ઉપાધ્યાય
*
તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…
શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….
સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…
– રચનાકાર ??
ખુબ જ સરસ…….મારી વર્ષો જૂની શોધ ફરી એક વાર આપે પૂર્ણ કરી આપી……….આપનો ખુબ ખુબ આભાર……
ખુબ સરસ લાગ્યું.
Every time favorite bhajan .. wah
સુન્દર અતિ સુન્દર શબ્દો અને અતિ સુન્દર રિતે ગવયેલિ રચ્ાના…..નિશા ઉપાધ્યાય નો ખુબ જ સુરિલો અવાજ્……..મન શાન્ત કરે એવિ રચના………..
બહુ જ સરસ છે, વારંવાર સાંભળી . અતિ સુન્દર ભાવ . આભાર !
ભાઈ, એને ગગન ભરીને દીધો વાયરો
તોય આના ખૂટે છે રે શ્વાસ વારંવાર રે..
એજી વ્હાલા સાવલે અધુરું મારુ આયખુ…
આવો જ કૈ ભાવ પ્રગટ થાય …
ખૂબ જ સરસ સાંભળવાની મજા આવી.
ખુબ સુન્દર રચનાઓ, વારંવાર વાંચી અને વાંચ્યા જ કરું છું. અભિનંદન.
ખુબજ સરસ. અમારા અભિનન્દન.
સરસ ગીત
સુંદર શબ્દો….સુંદર ગાન ! આભાર !
હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી….
પ્રિય સંપાદકને….આ ગીત અહીં મુકવા બદલ……
આખા ગીતમાં અહંકાર મુક્ત સમર્પણ છે. અહંકાર મુક્તિ એ જ તો અધ્યાત્મ તરફ ઉડાન ભરવાનું ફલક છે.- સરસ
ગીતના શબ્દો બહુ જ સરસ છે.