Press "Enter" to skip to content

તો શું કરો ?


[હિમાચલ પ્રદેશમાં મીની સ્વીટ્ઝર્લેન્ડ ગણાતા ખજીયાર ખાતે ઝોમ્બીંગ (હવા ભરેલ મોટા ગોળામાં બેસીને ગબડવું) કરતા પૂર્વે લીધેલી તસવીર, એપ્રીલ 2010 ]
મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે આપને ગમશે.
*
તરન્નૂમ સ્વર- રાજુ યાત્રી

*
લાગણીઓ છળ કરે તો શું કરો ?
અર્થહીન અક્ષર મળે તો શું કરો ?

સ્મિતની છેડો સિતારી સાજ પર
વેદનાનો સ્વર મળે તો શું કરો ?

હો સનાતન સાથ કેરી ઝંખના
દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?

એ ઈબાદતની હશે તોહીન પણ
આંધળો ઈશ્વર મળે તો શું કરો ?

દેશભક્તિનો ઉઠાવો વાવટો,
થાંભલો કાફર મળે તો શું કરો ?

શ્વાસમાં દીપક જલાવો આશના
વાંઝિયા અવસર મળે તો શું કરો ?

એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
ઝાંઝવા સરવર મળે તો શું કરો ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Comments

 1. Himanshu Trivedi
  Himanshu Trivedi May 14, 2010

  Waah…kya baat hai…bahoot achhe…

  Kharekhar Bahuj Saras Abhivyakti Chhe…

  Apart from that, reading about coming into space of this blog made a very interesting reading. All the best to all those who run this blog and do a lot of favour to people like us all around the world. God bless you.

  Himanshu from New Zealand

 2. P Shah
  P Shah May 14, 2010

  વાહ ! સુંદર રચના !
  બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
  એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
  ઝાંઝવા સરવર મળે તો શું કરો ?
  આ મક્તાનો શેર ખૂબ ગમ્યો.
  અભિનંદન !

 3. Praful Thar
  Praful Thar May 14, 2010

  શ્રી દક્ષેશભાઈ

  “લાગણીઓ છળ કરે તો શું કરો ?
  અર્થહીન અક્ષર મળે તો શું કરો ?”

  વાહ ભઇ વાહ સુંદર શબ્દોની સુંદર ગઝલ !

  પ્રફુલ ઠાર

 4. Pancham Shukla
  Pancham Shukla May 14, 2010

  સુંદર ગઝલ. આકરા પ્રશ્નો રૂપે ઊંડું ચિંતન પ્રગટ થયું છે.

  ઝોમ્બિંગ વાળો ફોટો પણ ગમ્યો- આશા છે ઝોમ્બિંગનો અનુભવ રોચક રહ્યો હશે.

 5. Devika dhruva
  Devika dhruva May 14, 2010

  એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
  ઝાંઝવા સરવર મળે તો શું કરો ?…ખુબ સરસ..

 6. Dr P A Mevada
  Dr P A Mevada May 14, 2010

  સ્મિતની છેડો સિતારી સાજ પર
  વેદનાનો સ્વર મળે તો શું કરો ?
  ખૂબજ ગમી! પહેલી વાર તમારો બ્લોગ જોયો, ઘણો સારો છે.
  “સાજ” મેવાડા

 7. Pragnaju
  Pragnaju May 14, 2010

  ખૂબ સરસ
  હો સનાતન સાથ કેરી ઝંખના
  દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?

 8. Chetu
  Chetu May 15, 2010

  લાગણીઓ છળ કરે તો શું કરો ?
  અર્થહીન અક્ષર મળે તો શું કરો ?

  સ્મિતની છેડો સિતારી સાજ પર
  વેદનાનો સ્વર મળે તો શું કરો ?

  ખુબ જ સરસ રચના દક્ષેશભાઇ…!!

 9. Himanshu patel
  Himanshu patel May 15, 2010

  લાગણીઓ છળ કરે તો શું કરો ?
  અર્થહીન અક્ષર મળે તો શું કરો ?
  આ વધારે શેર વધારે ગમ્યો, એમાં કવિતા છે અને ભાષાની અર્થહિનતા પણ છે.
  મળૉ મને @
  http://himanshupatel555.wordpress.com (my original poems)
  http://himanshu52.wordpress.com(translation of internatinal poems)
  thank you HP.

 10. Sudhir patel
  Sudhir patel May 15, 2010

  ખૂબ સુંદર. ગઝલનો મત્લા અને મક્તા વધુ ગમ્યો!
  અભિનંદન, દક્ષેશભાઈ!
  સુધીર પટેલ.

 11. Harishchandra Contractor
  Harishchandra Contractor May 15, 2010

  સુંદર ગઝલ..
  ચાતકને તો તરસ્યા જ પ્રતીક્ષા કરવાની હોય છે. ક્યારેક ઝાંઝવાના જળથી પણ સુંદર સરોવર સાકાર બને.
  ખૂબ ખૂબ અભિનંદન..સહ આશીર્વાદ
  પપ્પા.

 12. જીંદગીની સફરમાં હમસફર બેફિકર મળે તો શું કરો ?

 13. Amit Trivedi
  Amit Trivedi May 17, 2010

  ખૂબ જ સુંદર રચના . અભિનંદન બધા જ શેર સરસ છે – અમિત ત્રિવેદી

 14. preetam lakhlani
  preetam lakhlani May 17, 2010

  સુંદર ગઝલ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.