Press "Enter" to skip to content

બંધ બારણે ટકોરા


શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ દરમ્યાન એકાંતિક પળોમાં મા સર્વેશ્વરી દ્વારા રચાયેલ આ પદને માણો પુષ્પા છાયાના સ્વરમાં.
*
સ્વર- પુષ્પા છાયા, સંગીત: ઉપેન્દ્ર ત્રિવેદી

*
બંધ બારણે ટકોરા મારે તો
શ્યામ તને સાચો ગણું …

બારણાં ઉઘાડી આવે જો અંદર
બેસે જો મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું

રાહ જોઇને થાકી નથી હું
આવજે જરૂરથી આજે…તો શ્યામ તને સાચો ગણું

પોકાર મારો સાંભળીને સાચે
દોડી આવે મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું

માવડી બનીને હીંચકે બેસે
ખોળે મુકાવે માથું….તો શ્યામ તને સાચો ગણું

પાપી જીવને પાવન કરવા
માનવ રૂપે પધારે…તો શ્યામ તને સાચો ગણું

ધન વૈભવ કે સિદ્ધિ ના માગું
દર્શન આપે પ્રભુ તારું…તો શ્યામ તને સાચો ગણું

– મા સર્વેશ્વરી (સૌજન્ય: સ્વર્ગારોહણ)

4 Comments

  1. Atul
    Atul November 13, 2008

    પૂજ્ય મા સર્વેશ્વરીના જન્મદિવસે એમની કૃતિ જોઈને આનદ થયો. આશા રાખું કે આપણા સૌના બંધ બારણા પર પણ પ્રભુ ક્યારેક ટકોરા મારે…

  2. pragnaju
    pragnaju November 13, 2008

    કેવા સુંદર ભાવવાહી ભજન…
    વ્યારાથી બારડોલી થઈ પ્રવાસમા, અમારા હરેન્દ્ર પાઠકજીએ,આહ્લાદિની શકિત સ્વરુપા મા સર્વેશ્વરીનો સત્સંગ અમારે ત્યાં કર્યો હતો તેની યાદ તાજી થઈ

  3. DR. CHANDRAVADAN MISTRY
    DR. CHANDRAVADAN MISTRY November 13, 2008

    રચના મને બહુ જ ગમી….આવા જ ભાવે મારી પણ એક રચના છે. તમારી સાઈટ પર ફરી મુલાકાત લેતા આનંદ થયો….ચન્દ્રપુકાર પર મળીશું !
    http://www.chandrapukar.wordpress.com

  4. Medha
    Medha October 1, 2010

    pl. send me contact no.of mitixa.com i liked the picture of lord krishna. I would like to to have a bigger photo of this picture. i am simple house wife & pray krishna. can u help me. thank you. waiting for reply.

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.